ડો. નિખીલ રૂપાલાના અનુભવી હાથોએ મોરબી પંથકમાં 6000 થી વધુ દર્દીઓને આપ્યું નવું તેજ : આધુનિક ટેકનોલોજી અને માનવીય સ્પર્શના સંગમ સાથે આંખની સર્વશ્રેષ્ઠ સારવારમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી શહેરના આંખોના આરોગ્ય ક્ષેત્રે નવી દિશા બતાવનાર 'ક્રિસ્ટલ આઇ હોસ્પિટલ' આજે તેની અપ્રતિમ સફળતાના બે વર્ષ પૂર્ણ કરી રહી છે. 'આંખોમાં પ્રકાશ, જીવનમાં વિશ્વાસ!' ના સુંદર ધ્યેય સાથે કાર્યરત આ હોસ્પિટલે ખરા અર્થમાં હજારો દર્દીઓના જીવનમાં આશાનું નવું કિરણ પ્રગટાવ્યું છે. હોસ્પિટલના નિષ્ણાત તબીબ ડો. નિખીલ એલ. રૂપાલા (M.S. Ophthal) ના કુશળ માર્ગદર્શન હેઠળ, ઉત્તમ સ્ટાફ અને આધુનિક સારવારના અદભુત સમન્વયથી મોરબી પંથકમાં 6000 થી પણ વધુ મોતિયા અને વેલના સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યા છે, જે તેમની ઉત્કૃષ્ટ કામગીરી અને દર્દીઓના તેમના પરના અતૂટ વિશ્વાસનો પુરાવો છે. ડો. નિખીલ રૂપાલાનો બહોળો અનુભવ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. તેઓ મોરબી સરકારી આંખની હોસ્પિટલમાં 2 વર્ષ સેવા આપી ચૂક્યા છે, કચ્છ જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલમાં 3 વર્ષની ફરજ બજાવવાનો બહોળો અનુભવ ધરાવે છે, અને સુરત જિલ્લાની શ્રેષ્ઠ ગણાતી દિવ્યજ્યોતિ ટ્રસ્ટમાં પણ કામ કરવાનો બહોળો અનુભવ ધરાવે છે.ઉપલબ્ધ સારવાર● મોતિયાના ટાંકા અને ઇન્જેક્શન વિના આધુનિક લેસર (ફેકો) પદ્ધતિથી ઓપરેશન● પાકેલા, પથરીયા, ચોટેલા એમ બધા જ પ્રકારના મોતિયાના ઓપરેશનની સુવિધા ● મોતિયાના ઓપરેશન માટે જરૂરી નેત્રમણીના માપ માટે આધુનિક લેસર મશીન (IOL MASTER) દ્વારા માપ લેવાની સુવિધા ● મોતિયાના ઓપરેશન પછી ત્રાંસા, દૂર અને નજીકના નંબર દૂર કરી શકાય તથા TORIC, Trifocal, Multifocal, EDOF, PAN Optic પ્રકારના લેન્સ પ્રત્યારોપણની સુવિધા ● વેલની યોગ્ય તપાસ અને આધુનિક પ્લાસ્ટીક સર્જરીથી ઓપરેશન ● આધુનિક કોમ્પ્યુટરાઈઝડ ઉપકરણો દ્વારા આંખની સંપૂર્ણ તપાસ અને નંબરની તપાસ ● ઝામરનું સચોટ નિદાન અને સારવાર● લેન્સ દ્વારા નંબર ઉતારવાની સારવાર● આંખના પડદામાં થતા વિવિધ રોગોની તપાસ અને સારવાર📍ક્રિસ્ટલ આઈ હોસ્પિટલ8, સાવસર પ્લોટ મેઈન રોડ, ડો.નવીનભાઈ પારેખના દવાખાના પાછળ, ક્રિષ્ના ટ્રાવેલ્સની સામેની શેરી, મોરબી મો.9537511995