ડૉ. મિરલબેન આદ્રોજાનો બહોળો અનુભવ અને આધુનિક ટેક્નોલોજીનો સમન્વય મહિલાઓ માટે બનશે આશીર્વાદરૂપ : દિવાળીના તહેવારોમાં પણ રૂટિન OPD અને ઈમરજન્સી સેવાઓ રાબેતા મુજબ રહેશે કાર્યરતમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી અને આસપાસના વિસ્તારની મહિલાઓને પ્રસૂતિ અને સ્ત્રીરોગને લગતી કોઈપણ જટિલ સમસ્યા માટે અન્ય મોટા શહેરોમાં જવાની કે હેરાન થવાની જરૂર નથી. કારણકે શહેરના સૌપ્રથમ ગોલ્ડ મેડાલિસ્ટ ગાયનેકોલોજિસ્ટ દ્વારા અંશ વુમન્સ હોસ્પિટલમાં મહિલાઓ માટે એક જ છત નીચે વિશ્વકક્ષાની અને સંપૂર્ણ સચોટ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આધુનિક ટેક્નોલોજી અને નિષ્ણાત તબીબની કુશળતાનો આ સમન્વય મોરબીની મહિલાઓના ઉત્તમ આરોગ્યની ખાતરી આપે છે.અંશ વુમન્સ હોસ્પિટલના નિષ્ણાત ડૉ. મિરલબેન આદ્રોજા (MBBS, MD, DNB, FIFM) પ્રસૂતિ અને સ્ત્રીરોગ વિભાગમાં ગોલ્ડ મેડાલિસ્ટનું ગૌરવ ધરાવે છે. તેઓ રાજકોટ સિવિલ હોસ્પિટલ (પી.ડી.યુ. મેડિકલ કોલેજ) માં 3 વર્ષ, મોરબી સિવિલ હોસ્પિટલમાં 2.5 વર્ષ અને સદ્ભાવના હોસ્પિટલમાં 1 વર્ષનો બહોળો અને અત્યંત સફળ ક્લિનિકલ અનુભવ ધરાવે છે. તેમના આ વિશાળ અનુભવ અને તબીબી નિપુણતાના કારણે જટિલમાં જટિલ કેસમાં પણ દર્દીઓને સચોટ નિદાન અને શ્રેષ્ઠ પરિણામ મળી રહ્યા છે.અંશ વુમન્સ હોસ્પિટલમાં મહિલાઓને સ્પર્શતી દરેક સમસ્યાની ગુણવત્તાયુક્ત સારવાર પૂરી પાડવામાં આવે છે. અહીં નોર્મલ, વેક્યુમ અને સિઝેરિયન પ્રસૂતિની સાથે વિશેષ કરીને 'દુઃખાવા વગરની (પેઇનલેસ) નોર્મલ પ્રસૂતિ'ની અત્યાધુનિક સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત, જોખમી પ્રસૂતિ (High Risk Pregnancy) માં સચોટ માર્ગદર્શન, અદ્યતન સોનોગ્રાફી, વંધ્યત્વ (Infertility) થી પીડાતા દંપતીઓ માટે સચોટ નિદાન અને સારવાર, ગર્ભધારણ પહેલાંનું કાઉન્સેલિંગ તેમજ દૂરબીનથી થતા ગર્ભાશય અને અંડાશયના ઓપરેશન (લેપ્રોસ્કોપી) જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. ગર્ભાશયની કોથળીના ટાંકાવાળા તથા ટાંકા વગરના (લેસર) ઓપરેશન પણ નિપુણતાથી કરવામાં આવે છે.આ હોસ્પિટલ મહિલાઓના જીવનના દરેક તબક્કાની કાળજી લે છે, જેમાં તરુણાવસ્થા માટે નવું માર્ગદર્શન, PCOD અને CYST ની સારવાર તેમજ મેનોપોઝ ક્લિનિકનો પણ સમાવેશ થાય છે. ગર્ભાશયના મુખના કેન્સર માટે સ્ક્રીનિંગ ટેસ્ટ (PAP Smear) અને ખુલ્લા તેમજ ગર્ભાશયના મુખના કેન્સરથી બચાવતા રસીકરણની શ્રેષ્ઠ સુવિધા પણ અહીં પૂરી પાડવામાં આવે છે.તબીબી સેવા એ જ સાચી માનવ સેવા છે, તે ઉક્તિને સાર્થક કરતાં ડૉ. મિરલબેન આદ્રોજા દ્વારા દર્દીઓની સુવિધા માટે એક અત્યંત પ્રશંસનીય નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી દિવાળીના તહેવારોમાં અંશ વુમન્સ હોસ્પિટલમાં રૂટિન OPD અને ઈમરજન્સી સેવાઓ રાબેતા મુજબ કાર્યરત રહેશે. તહેવારોની રજાઓમાં પણ મહિલાઓને કોઈપણ ઈમરજન્સીમાં તાત્કાલિક સારવાર મળી રહેશે તે મોરબીવાસીઓ માટે ખૂબ જ મોટી રાહત છે.📍 અંશ વુમન્સ હોસ્પિટલ3જો માળ, રૂદ્રાક્ષ કોમ્પ્લેક્સ,જૂના બસ સ્ટેન્ડ પાસે,અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબીમો.9879806328 ઈમેલ: anshwomenshospital28@gmail.com