મોરબી જિલ્લાના બહેનો વિનામૂલ્યે ભાગ લઈ શકશે, 5 નવેમ્બરે યોજાશે સ્પર્ધા : મોરબી અપડેટ, હાર્ટ વિઝન ઓપ્ટિક અને પિક્સોરા ડિજિટલ તરફથી અપાશે આકર્ષક ગિફ્ટમોરબી અપડેટ: મોરબી અપડેટ દ્વારા કલાપ્રેમીઓ માટે 'રંગોળી સ્પર્ધા 2026' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામી 5 નવેમ્બર 2026 ને ગુરુવારના રોજ બપોરે 2:00 વાગ્યે શનાળા પાસે આવેલી શિશુ મંદિર વિદ્યાલય ખાતે આ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં મોરબી જિલ્લાની કોઈપણ મહિલા વિનામૂલ્યે ભાગ લઈ શકશે.સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને પ્રોત્સાહક પ્રમાણપત્ર આપવામાં આવશે. આ સ્પર્ધાના ગિફ્ટ સ્પોન્સર તરીકે પિક્સોરા ડિજિટલ (Pixora Digital) અને હાર્ટ વિઝન ઓપ્ટિક (Heart Vision Optic) જોડાયા છે. 1 થી 3 ક્રમાંકે આવનાર વિજેતા સ્પર્ધકોને પિક્સોરા ડિજિટલ તરફથી ચાંદીના સિક્કા અને હાર્ટ વિઝન ઓપ્ટિક તરફથી ગ્લાસીસ આપવામાં આવશે. આ ઉપરાંત મોરબી અપડેટ દ્વારા પણ વિજેતાઓને અન્ય આકર્ષક ઇનામો આપીને સન્માનિત કરવામાં આવશે.રંગોળી સ્પર્ધાના નિયમો:● સ્પર્ધાના સ્થળે 3 કલાકની સમયમર્યાદામાં સ્પર્ધકે પોતે એકલાએ જ રંગોળી બનાવવાની રહેશે, અન્ય કોઈ વ્યક્તિની મદદ લઈ શકાશે નહીં.● રંગોળી માટેના કલરો અને જરૂરી સાધનો સ્પર્ધકે પોતાના સ્વખર્ચે સાથે લાવવાના રહેશે. ● રંગોળીની સાઈઝ 4×4 ફૂટની ફિક્સ રાખવામાં આવી છે.● મોબાઈલ કે તસ્વીરમાં જોઈને રંગોળી બનાવી શકાશે.● છેલ્લા 2 વર્ષની સ્પર્ધામાં વિજેતા થયેલા સ્પર્ધકો આ વર્ષે ભાગ લઈ શકશે નહીં.સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક સ્પર્ધકો માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 3 નવેમ્બર 2026 છે. રજિસ્ટ્રેશન કરાવવા માટે સ્પર્ધકોએ પોતાનું પૂરું નામ, મોબાઈલ નંબર અને સ્પર્ધાનું નામ લખીને નીચે આપેલા કોઈપણ એક નંબર પર વોટ્સએપ મેસેજ કરવાનો રહેશે.રજિસ્ટ્રેશન માટે સંપર્ક (વોટ્સએપ):ધરતીબેન બરાસરા : 9825941704 હેલી કોટેચા : 9104551954 કાજલબેન ચંડીભમર : 9825488733 સત્યરાજસિંહ જાડેજા : 9979401535#Morbi #MorbiUpdate #MorbiNews #RangoliCompetition #Diwali2026 #MorbiEvents