આંધ્રપ્રદેશના કાંઠા તરફ 'મુરાસુ' વાવાઝોડું આગળ વધવાની સંભાવના, જ્યારે કચ્છ, ઉત્તર ગુજરાત અને મોરબીમાં માવઠાની શક્યતા નહિવત્: હવામાન નિષ્ણાત રમેશ બસીયાની આગાહીમોરબી અપડેટ : અરબી સમુદ્રમાં સર્જાયેલા અર્નબ વાવાઝોડાની અસર ઓસરી રહી છે, ત્યાં જ બંગાળની ખાડીમાં 'મુરાસુ' નામનું વધુ એક વાવાઝોડું સક્રિય થયું છે. બીજી તરફ, ગુજરાતમાં છેલ્લા બે દિવસથી જોવા મળતી માવઠાની અસર હવે ધીમે ધીમે ઘટવાની શક્યતા છે, જેને પગલે ખેડૂતો માટે રાહતના સમાચાર છે. ટંકારાના નાના ખીજડીયાના હવામાન નિષ્ણાત રમેશભાઈ બસીયાએ આ અંગે વિસ્તૃત આગાહી વ્યક્ત કરી છે.બંગાળની ખાડીમાં 'મુરાસુ' વાવાઝોડુંહવામાનની પ્રાપ્ત વિગતો અનુસાર, હાલમાં દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમ આગામી સમયમાં વધુ મજબૂત બનશે. આજે આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈને પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધશે. આવતીકાલે રાત્રે મધ્યપશ્ચિમ બંગાળની ખાડીમાં આ સિસ્ટમ તીવ્ર વાવાઝોડામાં પરિવર્તિત થવાની પ્રબળ સંભાવના છે. આ વાવાઝોડાનું નામ ભારત દ્વારા 'મુરાસુ' (MURASU) આપવામાં આવ્યું છે. વાવાઝોડું વધુ મજબૂત બનીને આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.ગુજરાત અને મોરબીમાં માવઠા અંગેની આગાહીછેલ્લા બે દિવસથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાની અસર જોવા મળી રહી છે. જોકે હવામાન નિષ્ણાત રમેશ બસીયાની આગાહી મુજબ હવે આગામી દિવસોમાં માવઠાની અસર ઘટશે. હવે માત્ર પશ્ચિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટાછવાયા માવઠાની શક્યતા રહેશે, અને આવા વિસ્તારોની સંખ્યા પણ ખૂબ ઓછી રહેશે.ખાસ કરીને કચ્છ, ઉત્તર ગુજરાત અને મોરબી જિલ્લામાં હવે માવઠાની શક્યતા નહિવત્ છે. આમ, દિવાળીના તહેવારો સમયે અને રવિ પાકના વાવેતર ટાણે માવઠાની ચિંતામાં મુકાયેલા ખેડૂતોને રાહત મળી છે.#Morbi #MorbiNews #WeatherUpdate #CycloneMurasu #Mavthu #GujaratWeather #RameshBasiya #MorbiUpdates