હોટલમાં બર્થ-ડે પાર્ટીના નામે વિદેશી દારૂની મહેફિલ ચાલતી હતી: LCB ઝોન-2 ની રેડ : પાર્ટીમાં હાજર 33 મહિલાઓ ટેસ્ટ કરાયા બાદ ડ્રિંક્સ ન કરેલું હોવાનું ખુલતા તમામ મહિલાઓને છોડી મુકાયમોરબી અપડેટ : રાજકોટ શહેરના કાલાવાડ રોડ પર કોસ્મોપ્લેક્ષ સિનેમા સામે આવેલી સરાઝા હોટલના બીજા માળે બેન્ક્વેટ હોલમાં બર્થ-ડેની એડવાન્સ પાર્ટીના નામે ચાલતી દારૂની મહેફિલ પર LCB ઝોન-2 ની ટીમે દરોડો પાડ્યો હતો. આ મામલે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં 38 લોકો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. આ પાર્ટીમાં મોટાભાગના કપલ સામેલ થયા હતા. એટલે 33 મહિલાઓ પણ હતી. તમામના જરૂરી ટેસ્ટ પોલીસ દ્વારા કરાવાયા હતા પણ મહિલાઓએ ડ્રિંક્સ કરેલું ન હોવાથી તેઓને જવા દેવાયા હોવાનું પોલીસે જાહેર કર્યું છે.ગુનાની કલમો અને ફરિયાદFIR માં પ્રોહિબિશન એક્ટની કલમ 65(a)(a), 66(1)(b), 75A, 83, 86 અને 116-B મુજબ ગુનો દાખલ કરાયો છે. ફરિયાદી સત્યજીતસિંહ દિગ્વીજયસિંહ જાડેજા (ઉંમર 30) છે. તેઓ LCB ઝોન-2 માં પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ગુનાનો સમયગાળો 1/11/2026 ના સવારે 05:30 વાગ્યા સુધીનો દર્શાવાયો છે. તપાસ PSI મુકેશભાઈ હાલાજી મહારાજને સોંપાઈ છે. સ્થળ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનથી પશ્ચિમે આશરે 1 કિમી દૂર છે.રેઇડ કેવી રીતે પડીFIR મુજબ 31/10/2026 ની રાત્રે 22:00 વાગ્યાથી LCB ઝોન-2 ની ટીમ પેટ્રોલિંગમાં હતી. કાલાવાડ રોડ કટારીયા ચોકી પાસે પહોંચતા બાતમી મળી કે સરાઝા હોટલના બીજા માળે બેન્ક્વેટ હોલમાં ચિરાગભાઈ અરવિંદભાઈ પટેલ (ડેકોરા હાઇલેન્ડ, રાજકોટ) એ પોતાના જન્મદિવસની એડવાન્સ પાર્ટીનું આયોજન કર્યું છે. બાતમી મુજબ ત્યાં આશરે 100 સ્ત્રી-પુરુષો હાજર હતા અને દારૂની મહેફિલ ચાલતી હતી. વધુ માણસો અને મહિલા પોલીસ કર્મચારીઓની મદદ લેવાઈ હતી. બે પંચોને બોલાવી પ્રોહિબિશન કલમ 120 મુજબ પંચનામું કરી દરોડો પાડવામાં આવ્યો. સમગ્ર કાર્યવાહીની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરાઈ હતી.હોલમાં શું જોવા મળ્યુંFIR મુજબ હોલ આશરે 100×50 ફૂટનો હતો, જેમાં લાઇટ અને સંગીત ચાલુ હતું. ગોળ ટેબલો અને ખુરશીઓ ગોઠવાયેલી હતી. દક્ષિણ દિશામાં જમવાનું કાઉન્ટર, પશ્ચિમ દિવાલે કોલ્ડ્રિંક્સ અને મોકટેલ કાઉન્ટર અને ઉત્તર દિવાલે સંગીત માટે સ્ટેજ હતું. ટેબલો પર કાચના ગ્લાસ, ભારતીય બનાવટના વિદેશી દારૂની ભરેલી અને ખાલી બોટલો તથા કોલ્ડ્રિંક્સ-મોકટેલની બોટલો પડેલી હતી. રેઇડ દરમિયાન ભાગદોડ મચતા સ્ત્રી અને પુરુષોને અલગ બેસાડાયા હતા.પૂછપરછમાં ચિરાગભાઈએ પોતાનું નામ આપી જન્મદિવસની પાર્ટીનું આયોજન કર્યાનું જણાવ્યું. મનપ્રીતસિંગ ધ્યાનસીંગે પોતે બેન્ક્વેટ હોલનો મેનેજર હોવાનું જણાવ્યું.બ્રીથ એનાલાઇઝર અને મેડિકલ તપાસFIR મુજબ 35 પુરુષોના મોઢામાંથી દારૂની તીવ્ર વાસ આવી હતી. બ્રીથ એનાલાઇઝરથી તપાસ કરતા તેમનું પરિણામ પોઝિટિવ આવ્યું હતું. હોલમાં કામ કરતા કેટરર્સ (4), ડેકોરેશન (3), લાઇટિંગ (1), સાઉન્ડ (1), ફોટોગ્રાફર (2), સીંગર (5), ડી.જે. (6) તથા અન્ય 5 ઇસમોનું પરિણામ નેગેટિવ આવ્યું હતું. તેમ છતાં તમામને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ મોકલાયા હતા. 33 સ્ત્રીઓની મહિલા અધિકારીઓ દ્વારા પૂછપરછ અને બ્રીથ એનાલાઇઝર તપાસ કરાઈ, જેમાં પરિણામ નેગેટિવ આવતા તેમને પણ મેડિકલ તપાસ માટે મોકલાઈ હતી. બાદમાં કોઈ વાંધાજનક ન મળતા તેમને જવા દેવાઈ હતી.જપ્ત કરાયેલો મુદ્દામાલ (કુલ 17,500)1. PATRON SILVER TEQUILA 750 ML ની ખાલી બોટલ: 02. PATRON SILVER TEQUILA 750 ML ની ખુલ્લી બોટલ (આશરે 500 ML ભરેલી): 4,0003. THE GLENLIVET SINGLE MALT SCOTCH WHISKY ની ખાલી બોટલ: 04. THE GLENLIVET SINGLE MALT SCOTCH WHISKY ની બોટલ (100 ML ભરેલી): 5005. JAGERMEISTER LIQUEUR ની બોટલ (આશરે 300 ML ભરેલી): 1,0006. JAGERMEISTER LIQUEUR ની ખાલી બોટલ: 07. JOHNNIE WALKER GOLD LABEL RESERVE BLENDED SCOTCH WHISKY ની કંપની સીલપેક બોટલ: 6,0008. JOHNNIE WALKER GOLD LABEL RESERVE BLENDED SCOTCH WHISKY ની બોટલ (આશરે 250 ML ભરેલી): 2,0009. JAISALMER CRAFT INDIAN GIN ની કંપની સીલપેક બોટલ: 4,00010. JAISALMER CRAFT INDIAN GIN ની ખાલી બોટલ: 0આ ઉપરાંત કાચ અને પ્લાસ્ટિકના કુલ 40 ખાલી ગ્લાસ, મોકટેલ ટીનના ખાલી ડબલા, કોલ્ડ્રિંક્સની ખાલી બોટલો અને 5 હુક્કા પણ મળ્યા હતા. વોશરૂમમાં કંઈ વાંધાજનક મળ્યું ન હતું. ભરેલી અને અધૂરી બોટલો પર પંચો અને પોલીસની સહી વાળી કાપલી મૂકી સીલ કરવામાં આવી હતી.તમામ 38 આરોપીઓના નામ અને વિગત (FIR મુજબ)1. ચિરાગભાઈ અરવિંદભાઈ પટેલ (39, વેપાર) - કાલાવાડ રોડ, અવધ મેઈન રોડ, ડેકોરા હાઇલેન્ડ ફ્લેટ નં. 1001, રાજકોટ2. નીખીલભાઈ જમનભાઈ પટેલ (44, બિલ્ડર) - કાલાવાડ રોડ, અવધ મેઈન રોડ, ડેકોરા હાઇલેન્ડ એ બિલ્ડીંગ પી-1, રાજકોટ3. કૃણાલભાઈ કરણભાઈ અગ્રવાલ (41, ટ્રેડીંગ) - 45 ગીતા ભવન, સાંઇનગર સોસાયટી, બીગબજાર પાછળ, રાજકોટ4. પલવભાઈ ધીરૂભાઈ માકડીયા (40, વેપાર) - મોટા મવા, માસુમ સ્કૂલ પાસે, વીનસ ગાર્ડન ફ્લેટ નં. એ-801, રાજકોટ5. મનીષભાઈ વલ્લભભાઈ પટેલ (42, વેપાર) - સાધુવાસવાણી રોડ, ડેકોરા ઉત્સવ ફ્લેટ બી-101, રાજકોટ6. હિતભાઈ અનીલભાઈ પટેલ (31, વેપાર) - સી-ડીવાઇન હાઇલેન્ડ, સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ7. સ્મીતભાઈ મનસુખભાઈ રોજીવાડીયા (33, કન્સ્ટ્રક્શન) - બોડકદેવ, રાજપથ રોડ, શુભમ સ્કાય એપાર્ટમેન્ટ ફ્લેટ નં. 1201, અમદાવાદ8. રોહીતભાઈ મગનભાઈ સોનેપરા (51, વેપાર) - સાધુવાસવાણી રોડ, સાધુવાસવાણી સ્કૂલની સામે, હરીનગર શેરી નં. 1, રાજકોટ9. કૌશીકભાઈ પોપટભાઈ રાઠોડ (42, કોન્ટ્રાક્ટર) - ગુંજનપાર્ક મેઈન રોડ, પ્રેમમંદિર પાછળ, ડેકોરા વેસ્ટી વિંગ-જી ફ્લેટ નં. 1001, રાજકોટ10. ઉજાસભાઈ જમનભાઈ વાછાણી (53, બાંધકામ) - ડેકોરા વેસ્ટ હીલ વિંગ ફ્લેટ નં. 1102, અવધ રોડ, રાજકોટ11. ધર્મેશભાઈ રમણીકભાઈ પટેલ (45, પ્રા. નોકરી) - જીવરા જપાર્ક, ગોલ હાઇટસ ફ્લેટ નં. 1001, રાજકોટ12. ગૌરવભાઈ હરીભાઈ પટેલ (40, ફર્નિચર કામ) - હરીનગર શેરી નં. 3, શિવ એપાર્ટમેન્ટ ફ્લેટ નં. 301, રાજકોટ13. અભયભાઈ નરેન્દ્રભાઈ જાવીયા (44, વેપાર) - સાધુવાસવાણી રોડ, પેલેડીયમ...