કારના સેન્સરના અવાજથી કંટાળી પાડોશીએ પેટ્રોલ છાંટી કારમાં આગ લગાવી દીધી : સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ : એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કર્યોhttps://youtube.com/shorts/2lbr3FBcYfU?si=q7EVA_B67KHTywgAમોરબી અપડેટ : મોરબી શહેરના વાઘપરા વિસ્તારમાં ઘર પાસે પાર્ક કરેલી કારમાં ગતરોજ સાંજે આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. ફાયરબ્રિગેડે તાત્કાલિક પહોંચી આગ બુઝાવી પણ હતી. આ બનાવમાં નવો વણાંક સામે આવ્યો છે. વારંવાર સેન્સર વાગતું હોવાથી ઉશ્કેરાયેલા એક સ્થાનિક શખ્સે કાર પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હોવાનું ખુલ્યું છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. કાર માલિકની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના વાઘપરા વિસ્તારમાં રહેતા એડવોકેટ પુષ્પાબેન ભટ્ટ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં શિખર જયેશભાઈ ગોહેલ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત તા.28ના રોજ સાંજના પોણા 5 વાગ્યાના અરસામાં પુષ્પાબેને પોતાની સ્વિફ્ટ કાર નંબર GJ 36 AF 8401 ઘર પાસે પાર્ક કરી હતી. આ સમયે આરોપી શિખર ગોહેલે કાર પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી. આગની ઝપેટમાં આવી જતાં કારમાં મોટું નુકસાન થયું હતું. સીસીટીવી ફૂટેજ અને એડવોકેટની ફરિયાદના આધારે પોલીસે 3.50 લાખ રૂપિયાના નુકસાનનો ગુનો નોંધીને આરોપી સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે, શેરીમાં પાર્ક કરેલી કારને કોઈ અબોલ જીવ કે વ્યક્તિ અડકે તો તેમાંથી વારંવાર સેન્સરનો અવાજ આવતો હતો. આ અવાજથી ત્રાસી જઈને આરોપીએ કાર સળગાવી હતી. ઉલ્લેખનીય છે કે, આ બનાવના એક દિવસ પહેલા મોરબીના રવાપર રોડ પર આવેલ અનુપમ સોસાયટીમાં પણ રાત્રીના સમયે ઘર પાસે પાર્ક કરેલી બ્રેઝા ગાડીમાં બે અજાણ્યા શખ્સોએ આગ લગાવી દીધી હતી. આ બંને આગચંપીની ઘટનાઓના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યા છે.#MorbiNews #CrimeNews #MorbiPolice #SandeshNews #GujaratNews