કેન્દ્ર અને રાજ્ય સરકારની સંયુક્ત સહાયથી સામાન્ય ગ્રાહકોને માત્ર 10 ટકા અને SC/ST વર્ગને માત્ર 5 ટકા રકમ ચૂકવવાની રહેશે : ટંકારા અને મોરબી પંથકના નાગરિકો માટે સોલારએક્સ એનર્જી દ્વારા 1 kW અને 2 kW સિસ્ટમ માટે અરજી પ્રક્રિયા શરૂ કરાઈમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : વધતા જતા વીજ બિલોમાંથી કાયમી મુક્તિ મેળવવા માંગતા નાગરિકો માટે એક સારા સમાચાર છે. રાજ્ય સરકાર દ્વારા સોલાર રૂફટોપ સિસ્ટમ પર સબસિડીની રકમમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. આ નવી યોજના અંતર્ગત ગ્રાહકોને કુલ 90 ટકા જેટલી માતબર સબસિડી મળવાપાત્ર થશે, જેનાથી સામાન્ય પરિવારો પર આર્થિક બોજ ઘણો ઓછો થશે. ટંકારા અને મોરબી વિસ્તારમાં કાર્યરત SolarX Energy દ્વારા આ નવી યોજના હેઠળ 1 અને 2 કિલોવોટની સોલાર સિસ્ટમ લગાવવા માટેની અરજી પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. જેનો લાભ લઈ લોકો પોતાના ઘરની છત પર સોલાર લગાવી મફત વીજળી મેળવી શકશે.પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના હેઠળ કેન્દ્ર સરકારની સહાય સાથે હવે રાજ્ય સરકાર પણ વધારાની સબસિડી આપશે. આ મહત્વપૂર્ણ નિર્ણયથી રાજ્યના 3 લાખથી વધુ પરિવારોને લાભ થશે. નવી ગણતરી મુજબ, 1 kW ની સોલાર સિસ્ટમનો કુલ ખર્ચ 54000 રૂપિયા થાય છે. જેમાં કેન્દ્ર સરકાર 32400 રૂપિયા અને રાજ્ય સરકાર સામાન્ય વર્ગ માટે 16200 રૂપિયા સબસિડી આપશે. જેથી સામાન્ય ગ્રાહકે હવે માત્ર 5400 રૂપિયા જ ચૂકવવાના રહેશે. જ્યારે SC/ST વર્ગના ગ્રાહકોએ માત્ર 2700 રૂપિયા જ ચૂકવવાના રહેશે. અગાઉ આ જ સિસ્ટમ માટે ગ્રાહકોએ 21600 રૂપિયાનો ખર્ચ કરવો પડતો હતો.તેવી જ રીતે, 2 kW ની સોલાર સિસ્ટમનો કુલ ખર્ચ 107200 રૂપિયા છે. જેમાં કેન્દ્ર સરકાર 62800 રૂપિયા અને રાજ્ય સરકાર 33680 રૂપિયા (સામાન્ય વર્ગ માટે) સબસિડી આપશે. પરિણામે સામાન્ય ગ્રાહકે માત્ર 10720 રૂપિયા અને SC/ST વર્ગના ગ્રાહકે માત્ર 5360 રૂપિયા ચૂકવવાના થાય છે. અગાઉ આ રકમ 44400 રૂપિયા જેટલી થતી હતી. આમ, આ નવી સ્કીમથી ગ્રાહકોને સીધો મોટો આર્થિક ફાયદો થઈ રહ્યો છે.ટંકારા અને મોરબી શહેરમાં સોલાર ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવા આપતી SolarX Energy દ્વારા આ નવી સબસિડી યોજના સાથે ઇન્સ્ટોલેશનની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. જે નાગરિકો આ યોજનાનો ત્વરિત લાભ લેવા માંગતા હોય તેઓએ આજે જ SolarX Energy ની ઓફિસનો સંપર્ક કરવાનો રહેશે.SolarX Energyપટેલ ચેમ્બર, SBI બેન્કની બાજુમાં, ટંકારામો.9659322227મો.9659322228 #SolarRooftop #SolarXEnergy #Tankara #Morbi #SolarSubsidy #FreeElectricity #GujaratGovernment #RenewableEnergy #MorbiUpdate