દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહીમોરબી અપડેટ (ટંકારા): બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતી વાવાઝોડા 'અર્નબ' અને ઉત્તર ભારત તરફથી આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સંયુક્ત અસરથી ગુજરાતના વાતાવરણમાં આગામી દિવસોમાં પલટો આવવાની સંભાવના છે. હવામાન આગાહીકાર રમેશ બસિયા (નાના ખીજડીયા, ટંકારા) ની આગાહી મુજબ, રાજ્યમાં 30 ઓક્ટોબરથી 2 નવેમ્બર દરમિયાન માવઠું થઈ શકે છે, જેમાં દરિયાકિનારાના વિસ્તારોમાં સૌથી વધુ અસર જોવા મળશે.આગાહી મુજબ, બંગાળની ખાડીમાં સક્રિય 'અર્નબ' વાવાઝોડું આવતીકાલે આંધ્રપ્રદેશના કાંઠે લેન્ડફોલ થયા બાદ નબળું પડીને ઉત્તર દિશામાં આગળ વધશે. આ સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધશે, પરિણામે 30 ઓક્ટોબરથી 2 નવેમ્બર વચ્ચે વાતાવરણમાં અસ્થિરતા સર્જાશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને પૂર્વ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ હળવો વરસાદ પડી શકે છે. જોકે, સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો અને કચ્છમાં માવઠાની શક્યતા ઓછી છે, પરંતુ વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા છાંટા પડી શકે છે. આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન 33 થી 35 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની અને ઉત્તર-પૂર્વ દિશામાંથી પવન ફૂંકાવાની શક્યતા છે.#Morbi #MorbiUpdate #MorbiNews #GujaratWeather #UnseasonalRain #ArnabCyclone #WeatherForecasta