જામવંથલી સ્ટેશન ખાતે બે ટ્રેનોનું સ્ટોપેજ રદ કરાયું, અન્ય ચાર ટ્રેનોના રૂટ અને સમયમાં ફેરફારમોરબી અપડેટ: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં જામવંથલી–અલિયાબાડા રેલવે સેક્શન પર ડબલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત જામવંથલી સ્ટેશન ખાતે આગામી 3 નવેમ્બર, 2026 ના રોજ બપોરે 15:20 વાગ્યાથી સાંજે 19:50 વાગ્યા સુધી 4 કલાક અને 30 મિનિટનો રેલવે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે કેટલીક ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જ્યારે પ્લેટફોર્મ ઉપલબ્ધ ન હોવાને કારણે બે ટ્રેનોનું જામવંથલી સ્ટેશને સ્ટોપેજ અસ્થાયી ધોરણે રદ કરવામાં આવ્યું છે.આ 4 ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કરાયો: • ટ્રેન નંબર 12476 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા–હાપા એક્સપ્રેસ: 2 નવેમ્બર, 2026 ના રોજ રવાના થનારી આ ટ્રેન માર્ગમાં 3 કલાક મોડી (રેગ્યુલેટ) કરવામાં આવશે. • ટ્રેન નંબર 22940 બિલાસપુર–ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ: 2 નવેમ્બર, 2026 ના રોજ રવાના થનારી આ ટ્રેન ડાયવર્ટ કરેલા રૂટ પર ઓખા જશે. આ ટ્રેન રાજકોટ, ભક્તિનગર, વાંસજાળિયા અને કાનાલૂસ થઈને દોડશે. જેથી તેનું હાપા અને જામનગર સ્ટેશને સ્ટોપેજ રહેશે નહીં. • ટ્રેન નંબર 22923 બાંદ્રા ટર્મિનસ–જામનગર હમસફર સુપરફાસ્ટ એક્સપ્રેસ: 2 નવેમ્બર, 2026 ના રોજ રવાના થનારી આ ટ્રેનની મુસાફરી રાજકોટ સ્ટેશન પર જ સમાપ્ત કરવામાં આવશે (રાજકોટ–જામનગર વચ્ચે આંશિક રદ રહેશે). • ટ્રેન નંબર 22924 જામનગર–બાંદ્રા ટર્મિનસ હમસફર સુપરફાસ્ટ એક્સપ્રેસ: 3 નવેમ્બર, 2026 ના રોજ રવાના થનારી આ ટ્રેન જામનગરને બદલે રાજકોટ સ્ટેશનથી પોતાની મુસાફરી શરૂ કરશે (જામનગર–રાજકોટ વચ્ચે આંશિક રદ રહેશે).જામવંથલી સ્ટેશન પર આ બે ટ્રેનોનું સ્ટોપેજ અસ્થાયી ધોરણે રદ:ડબલિંગ કામગીરી દરમિયાન પ્લેટફોર્મ ઉપલબ્ધ ન હોવાને કારણે નીચેની ટ્રેનોનું જામવંથલી સ્ટેશને સ્ટોપેજ નિયત સમયગાળા માટે રદ કરાયું છે: • ટ્રેન નંબર 22945 મુંબઈ સેન્ટ્રલ–ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ: 28 ઑક્ટોબરથી 3 નવેમ્બર, 2026 સુધી જામવંથલી સ્ટેશને ઊભી રહેશે નહીં. • ટ્રેન નંબર 22946 ઓખા–મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસ: 29 ઑક્ટોબરથી 4 નવેમ્બર, 2026 સુધી જામવંથલી સ્ટેશને ઊભી રહેશે નહીં.રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ મુસાફરી શરૂ કરતા પહેલા પોતાની ટ્રેનની વર્તમાન સ્થિતિ અને સંચાલન અંગેની માહિતી મેળવી લે જેથી કોઈ અગવડતા ન પડે.#Rajkot #MorbiUpdate #WesternRailway #TrainUpdate #Jamnagar #Saurashtra #RailwayBlock