અંદાજે 4 કલાકનું કરશે રોકાણ : સ્વ.રાજમાતા અને સ્વ.પ્રવીણભાઈ ભાલોડિયાને શ્રદ્ધાંજલિ આપવા જાય તેવી પણ શકયતામોરબી અપડેટ : રાજ્યના મુખ્યમંત્રી આવતીકાલે રવિવારે મોરબી શહેરની મુલાકાતે આવી રહ્યા છે, તેઓ અંદાજિત 4 કલાક સુધી રોકાણ કરશે. આ મુલાકાત દરમિયાન તેઓ વિવિધ રાજકીય બેઠકો, શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને ધાર્મિક મહોત્સવમાં હાજરી આપવાના છે. વીઆઈપી મુલાકાતને પગલે સ્થાનિક વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે અને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરના માર્ગો પર સફાઈ ઝુંબેશ ચલાવવાની સાથે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે. હેલિપેડથી લઈને કાર્યક્રમ સ્થળ સુધીના સમગ્ર રૂટ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવીને તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર, મુખ્યમંત્રી બપોરે 2 વાગ્યાની આસપાસ રવાપર ગામ પાછળ ખાસ તૈયાર કરવામાં આવેલા હેલિપેડ પર આવી પહોંચશે. ત્યાંથી તેઓનો કાફલો સીધો કમલમ ખાતે જશે, જ્યાં એક મહત્વની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. મિટિંગ પૂર્ણ કર્યા બાદ તેઓ સંભવત સ્વ.પ્રવીણભાઈ ભાલોડિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા જશે. ત્યાંથી ન્યૂ પેલેસ ખાતે જઈને સ્વ.રાજામાતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા જશે. ત્યારબાદ તેઓ સીધા સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાઈ રહેલા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં વિશેષ ઉપસ્થિત રહેશે અને ત્યાં દર્શનનો લાભ લેશે.આ હાઈપ્રોફાઈલ મુલાકાતને લઈને તંત્ર દ્વારા છેલ્લા ઘણા દિવસોથી રસ્તાઓના સમારકામ અને સફાઈ સહિતની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. રવાપર હેલિપેડથી લઈને રવાપર-શનાળા રોડ, શનાળા રાજપર ચોકડીથી કમલમ અને ત્યાંથી સ્વામિનારાયણ મંદિર સુધીના તમામ રસ્તાઓને નવો જ ઓપ આપવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારની કચાશ ન રહે તે માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને રૂટનું ઝીણવટભર્યું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે.કાફલાને આંચકો ન લાગે તે માટે રાતોરાત બમ્પ હટાવાયા મુખ્યમંત્રીના કાફલાને કોઈ પણ પ્રકારનો આંચકો ન લાગે અને ગાડીઓ સરળતાથી પસાર થઈ શકે તે માટે તંત્ર દ્વારા છેલ્લા 3-4 દિવસથી રૂટ પર આવતા તમામ બમ્પ હટાવવાની કામગીરી કરવામાં આવી છે. રવાપર હેલિપેડથી શનાળા રોડ અને કમલમ સુધીના માર્ગ પર આવતા સ્પીડ બ્રેકર તોડી નાખવામાં આવ્યા છે. જેથી કરીને વીઆઈપી કાફલો કોઈ પણ અડચણ વગર અને નિર્ધારિત સમય મુજબ ઝડપથી તમામ સ્થળોએ પહોંચી શકે.10 દિવસ પહેલા જ બનેલો નવો માર્ગ લેવલિંગ માટે તોડાયોમહાનગરપાલિકા દ્વારા સ્વામિનારાયણ મંદિરથી નટરાજ ફાટક સુધીનો નવો માર્ગ માત્ર 10 દિવસ પહેલા જ રિસરફેસ કરીને બનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત નજરબાગ ફાટક પાસેનો રોડ થોડો ઊંચો હોવાથી છેલ્લા 8 દિવસથી તેને પણ તોડીને લેવલિંગ કરવાની કામગીરી ચાલી રહી છે. મુખ્યમંત્રીની મુલાકાતને લઈને નવા બનાવેલા રસ્તાઓને પણ વીઆઈપી મુવમેન્ટ માટે તોડીને સપાટ કરવાની ફરજ પડી છે.#Morbi #CMVisit #MorbiNews #GujaratNews #SandeshNews