સસ્તા ભાવે કોપરનો ભંગાર આપવાની લાલચ આપી 15,98,720 રૂપિયાની છેતરપિંડી આચરનાર 6 આરોપીઓને ઝડપ્યા બાદ સાયબર ક્રાઈમ પોલીસે મુદામાલ વેપારીને સોંપ્યોમોરબી અપડેટ : મોરબી સાયબર ક્રાઈમ પોલીસે ઓનલાઈન ફ્રોડનો શિકાર બનેલા લોકોને તેમના ગુમાવેલા નાણાં પરત અપાવવામાં મોટી સફળતા મેળવી છે. પોલીસે કોપરના ભંગારના નામે છેતરપીંડીનો ભોગ બનનાર વેપારીને રૂ.10.50 લાખ પરત અપાવ્યા છે. આ ગુનાની વિગત મુજબ, ફરિયાદી તથા સાહેદને આરોપીઓએ કોપરનો ભંગાર સસ્તા ભાવે ખરીદ કરવાની લાલચ આપી હતી. આરોપીઓએ એકબીજા સાથે મેળાપીપણું કરી ગુનાહિત આયોજનબદ્ધ રીતે કાવતરું રચી ફરિયાદી તથા સાહેદ પાસેથી કુલ 15,98,720 રૂપિયાની ઠગાઈ આચરી હતી. આ ગુનાની તપાસ માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી.પોલીસની ટીમોએ સઘન તપાસ હાથ ધરીને ગુનામાં સંડોવાયેલા કુલ 6 આરોપીઓની અટકાયત કરી હતી. પોલીસે છેતરપિંડીમાં ગયેલી રકમ પૈકી 10,50,000 રૂપિયા રિકવર કર્યા હતા અને આ રિકવર કરાયેલી મુદામાલની રકમ ફરિયાદી તથા સાહેદને કોર્ટના હુકમ મુજબ 'તેરા તુજકો અર્પણ' અંતર્ગત પરત અપાવવામાં આવી છે.સાયબર ક્રાઈમ પોલીસે પ્રજા જોગ સંદેશ આપતા જણાવ્યું છે કે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ચીજ વસ્તુ સસ્તા ભાવે આપવા માટે ફોન કે સોશિયલ મીડિયા પર જાહેરાત કરવામાં આવે તો તેવી લલચામણી કે લોભામણી સ્કીમમાં ફસાવું નહીં. હંમેશા ઓનલાઈન મર્ચન્ટ કે માન્ય દુકાનદાર પાસેથી જ ચીજવસ્તુ ખરીદવાનો આગ્રહ રાખવો હિતાવહ છે. તમારી સાવધાની અને સતર્કતા જ તમારી સાયબર આર્થિક સલામતી છે.#MorbiUpdate #Morbi #CyberCrime #GujaratPolice #CyberFraud #MorbiPolice #TeraTujhkoArpan #FraudAlert #MorbiNews