શ્વાસ લેવામાં ભારે તકલીફ વચ્ચે વેન્ટિલેટર પર રખાયેલા બાળકને 15 દિવસની સઘન સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ થતા રજા અપાઈમોરબી અપડેટ: મોરબી સિવિલ હોસ્પિટલના તબીબોની સઘન મહેનત અને યોગ્ય સારવારના પરિણામે 'એક્યુટ એન્કેફાલીટીસ સિન્ડ્રોમ' નામની ગંભીર બીમારીથી પીડાતા મોરબીના 1 વર્ષના માસૂમ બાળક નિકુંજને નવજીવન મળ્યું છે. સરકારી હોસ્પિટલમાં મળેલી નિઃશુલ્ક અને ઉત્તમ સારવારથી પરિવારે હાશકારો અનુભવી તંત્રનો આભાર માન્યો હતો.પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના રહેવાસી મનોજભાઈના 1 વર્ષના પુત્ર નિકુંજને ગંભીર તાવ, શરદી, ઉધરસ અને શ્વાસ લેવામાં અચાનક ભારે તકલીફ થતાં ગત તા. 04-10-2026 ના રોજ તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તબીબી નિદાનમાં બાળક ‘એક્યુટ એન્કેફાલીટીસ સિન્ડ્રોમ’ (Acute Encephalitis Syndrome) જેવી ગંભીર સ્થિતિથી પીડાતો હોવાનું સામે આવતા પરિવાર ચિંતામાં મુકાયો હતો.બાળકની નાજુક સ્થિતિ જોઈને સિવિલ હોસ્પિટલની મેડિકલ ટીમે જરા પણ વિલંબ કર્યા વિના તેને તાત્કાલિક વેન્ટિલેટર (બાયપેપ) સપોર્ટ પર મૂક્યો હતો. શ્વાસની તકલીફ દૂર કરવા સઘન લાઈફ સેવિંગ ઈન્જેક્શન અને નાસ આપવાની સારવાર શરૂ કરાઈ હતી. તબીબોની સતત દેખરેખ હેઠળ 5 દિવસ બાદ બાળક વેન્ટિલેટર સપોર્ટમાંથી બહાર આવ્યો હતો. ત્યારબાદ 14 દિવસનો ઈન્જેક્શનનો કોર્સ પૂર્ણ કરી તા. 19-10-2026 ના રોજ નિકુંજ સંપૂર્ણ સ્વસ્થ થતાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પોતાના વહાલસોયાનો જીવ બચાવવા બદલ પરિવારજનોએ સરકાર, સિવિલ હોસ્પિટલ અને મોરબી જિલ્લા વહીવટી તંત્રનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiCivilHospital #HealthCare #SuccessStory