24 ઓક્ટોબરે ભવ્ય મહાઆરતી અને દર્શનનું આયોજન: ભક્તોને પધારવા જાહેર આમંત્રણમોરબી અપડેટ: મોરબી 2 માં મહેન્દ્રનગર ખાતે આવેલ મોગલ ધામ મંદિરે આદિશક્તિ મોગલ મા ના પાવન જન્મોત્સવ (પ્રાગટ્ય મહોત્સવ) નિમિત્તે ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 24/10/2026 ને શનિવારના રોજ સાંજના સમયે આ પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ ધાર્મિક અવસરે ભવ્ય મહાઆરતી તેમજ માતાજીના દિવ્ય દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સૌને ઉપસ્થિત રહી મહાઆરતીનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MogalMaa #PragatyaMahotsav #Mahendranagar #MogalDham #MahaAarti