4 પ્લોટ માટે 30 જેટલી અરજીઓ મળતા હરાજીનું આયોજન : પ્લોટ થકી મહાપાલિકાને પોણા ત્રણ લાખ જેટલી આવક : મહાપાલિકા વિસ્તારમાં મંજૂરી વગરના સ્ટોલ હટાવી દંડનીય કાર્યવાહી કરાશેમોરબી અપડેટ : દિવાળીના તહેવારને લઈને શહેરમાં ફટાકડાના સ્ટોલ નાખવા માટે તંત્ર દ્વારા પ્લોટની ફાળવણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સરદારબાગ સામે આવેલ ઓમ શાંતિ ગ્રાઉન્ડ ખાતે કુલ 8 પ્લોટ માટે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અરજીઓનો ધસારો વધુ હોવાથી હરાજીનો માર્ગ અપનાવાયો હતો. 4 પ્લોટ ગૌશાળા અને મંદિરના લાભાર્થે હોવાથી તેમને સીધા ફાળવવામાં આવ્યા છે, જ્યારે બાકીના પ્લોટ માટે હરાજી બોલાવવામાં આવી હતી. બીજી તરફ, મંજૂરી વગર ઊભા કરાયેલા ગેરકાયદેસર સ્ટોલ સામે કડક કાર્યવાહી કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ઓમ શાંતિ ગ્રાઉન્ડમાં ફટાકડાના સ્ટોલ માટે કુલ 8 પ્લોટ નક્કી કરાયા હતા. આ દરેક પ્લોટની સાઈઝ 10×10 જેટલી છે. આ 8 પ્લોટમાંથી 4 પ્લોટ ગૌશાળા અને મંદિરના લાભાર્થે આપવામાં આવ્યા છે. . જેમાં 2 પ્લોટ હનુમાનજી ગૌશાળા અને મંદિરના માટે ફાળવવામાં આવ્યા છે. આ 4 પ્લોટ માટે પ્રત્યેક પ્લોટ દીઠ 11800 રૂપિયા લેખે ચાર્જ વસૂલવામાં આવ્યો છે. બાકી રહેલા 4 પ્લોટ મેળવવા માટે કુલ 30 જેટલી અરજીઓ તંત્રને મળી હતી. અરજીઓ વધુ હોવાને કારણે કોને પ્લોટ આપવો તે પ્રશ્ન હતો. જેથી તંત્ર દ્વારા આ 4 પ્લોટ માટે હરાજી કરવામાં આવી હતી. આ હરાજીમાં પ્લોટ અનુક્રમે 56000, 56500, 60000 અને 65000 રૂપિયાની બોલી સાથે ફાળવાયા હતા. હરાજીની આ સંપૂર્ણ પ્રક્રિયામાંથી તંત્રને કુલ પોણા ત્રણ લાખ રૂપિયા જેટલી આવક થવા પામી છે.દિવાળી પૂર્વે શહેરમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર રીતે ફટાકડાના સ્ટોલ ઊભા થઈ જતા હોય છે, તેને રોકવા માટે તંત્ર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે. મહાનગરપાલિકા વિસ્તારમાં જો કોઈપણ વ્યક્તિ મંજૂરી વગર ફટાકડાનો સ્ટોલ ઊભો કરશે તો તેને તાત્કાલિક અસરથી હટાવી દેવામાં આવશે. એટલું જ નહીં, આવા ગેરકાયદેસર સ્ટોલ ધારકો સામે આકરો દંડ ફટકારવાની કાર્યવાહી પણ કરવામાં આવશે તેમ સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે.#Diwali #FirecrackerStall #PlotAllocation #Auction #SandeshNews #LocalUpdate