મોરબી LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે 2022 ના પ્રોહિબિશન કેસના વોન્ટેડ આરોપીને દબોચી લીધોમોરબી અપડેટ: મોરબી તાલુકા પોલીસ મથકના ભારતીય બનાવટના વિદેશી દારૂના ગુનામાં છેલ્લા 4 વર્ષથી ફરાર આરોપીને મોરબી LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે રાજસ્થાનના જોધપુર ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને પકડવા માટે પોલીસ ટીમે રાજસ્થાનમાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 2022 ના પ્રોહિબિશન એક્ટના ગુનામાં છેલ્લા 4 વર્ષથી વોન્ટેડ આરોપી રાજસ્થાનના જોધપુર ખાતે હોવાની બાતમીના આધારે પોલીસે તેને ઝડપી લીધો હતો.પકડાયેલા આરોપી માંગીલાલ આસુરામ ખાવા (બિશ્નોઇ) (ઉ.વ. 39, રહે. કોટડાગામ, તા. રાણીવાડા, જિ. જાલોર, રાજસ્થાન) ને રાજસ્થાનથી મોરબી LCB કચેરી ખાતે લાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં LCB PI એસ.પી. જાડેજા, PSI વી.જી. માલાણી, ASI વિક્રમસિંહ બોરાણા, ASI બળદેવભાઈ વનાણી અને કોન્સ્ટેબલ હરેશભાઈ સરવૈયા જોડાયા હતા.#Morbi #MorbiUpdate #MorbiNews #LCBMorbi #CrimeNews #ProhibitionAct #WantedAccused #GujaratPolice