દરરોજ બપોરે મહાપ્રસાદનું આયોજન: 2 નવેમ્બરે લોકસાહિત્યકાર માયાભાઈ આહીરનો ડાયરો યોજાશેમોરબી: મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે આહીર સમાજ વાડી ખાતે મિયાત્રા પરિવાર દ્વારા સત્ રૂદ્ર સંહિતા દર્શન (શિવ કથા) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામી 26 ઓક્ટોબરથી 3 નવેમ્બર 2026 સુધી યોજાનાર આ કથામાં મોટા જીંજુડાના રાજુબાપુના વ્યાસાસનેથી કથામૃતપાન કરાવવામાં આવશે.કથા પૂર્વે 25 ઓક્ટોબરે સાંજે 4:00 કલાકે ભવ્ય પોથીયાત્રા યોજાશે અને 26 ઓક્ટોબરના રોજ સવારે 9:00 કલાકે કથાનો વિધિવત પ્રારંભ થશે. કથાનો સમય દરરોજ સવારે 9:00 થી 12:00 કલાક સુધીનો રહેશે અને ત્યારબાદ બપોરે 12:30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા મહોત્સવ દરમિયાન 27 ઓક્ટોબરે શિવ પ્રાગટ્ય, 28 ઓક્ટોબરે નવદુર્ગા સ્વરૂપ, 30 ઓક્ટોબરે શિવ વિવાહ અને 1 નવેમ્બરે ગણપતિ પ્રાગટ્ય જેવા પાવન પ્રસંગો ધામધૂમથી ઉજવાશે.આ ધાર્મિક અવસરે 2 નવેમ્બરના રોજ રાત્રે 9:00 કલાકે જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના ભવ્ય ડાયરાનો (આનંદિત રાત્રી ઉત્સવ) કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત જે ભાવિકો રૂબરૂ કથા શ્રવણ માટે ન પહોંચી શકે તેમના માટે લક્ષ્ય ટીવી ચેનલ અને રાજુબાપુ યુટ્યુબ ઓફિશિયલ ચેનલ પર કથાનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે. મિયાત્રા પરિવાર દ્વારા ધર્મપ્રેમી જનતાને આ પાવન અવસરનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #ShivKatha #JunaNagdavas #MiyatraFamily #MayabhaiAhir #Rajubapu