મોડીરાત્રે રાજ્ય સરકારે બદલી હુકમો કર્યા,ચૂંટણી તૈયારીના ભાગરૂપે બદલી કરાઈ હોવાના સંકેતમોરબી : રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે મોડીરાત્રે રાજ્યના 22 ડેપ્યુટી કલેકટર કક્ષાના અધિકારીઓની બદલી કરવા હુકમ કરવામાં આવ્યા છે જેમાં મોરબીના ખાસ જમીન સંપાદન અધિકારીનો પણ સમાવેશ થાય છે. જો કે, બદલી હુકમ અન્વયે મોરબી ખાસ જમીન સંપાદન અધિકારી તરીકે અન્ય કોઈ અધિકારીની નિમણૂક કરવામાં આવી ન હોય હાલમાં આ જગ્યા ખાલી રહેશે.મહત્વનું છે કે, બદલી કરવામાં આવેલ તમામ ડેપ્યુટી કલેકટરને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની ફરજ સોપાઈ હોય ચૂંટણી તૈયારીના ભાગરૂપે બદલી કરાયાના સંકેત મળી રહ્યા છે.રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા ગઈકાલે મોડીરાત્રે રાજ્યના ડેપ્યુટી કલેકટર કક્ષાના 22 અધિકારીઓની એક સાથે વહીવટી સરળતા ખાતર બદલી કરવા હુકમ કરવામાં આવ્યો છે જેમાં મોરબી કલેકટર કચેરીમાં ખાસ જમીન સંપાદન અધિકારી તરીકે ફરજ બજાવતા ધૈવત કેતનભાઈ ધ્રુવની જૂનાગઢ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે.મહત્વનું છે કે, બદલી કરવામાં આવેલ તમામ નાયબ કલેકટરને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે ફરજ સોંપવામાં આવી હોય ચૂંટણી તૈયારીના ભાગરૂપે સરકારે બદલી કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.