23 ઓક્ટોબરથી લો-પ્રેશર સર્જાવાની શક્યતા, 26 અને 27 ઓક્ટોબરે તીવ્ર વાવાઝોડામાં ફેરવાઈ શકે : સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાની શક્યતા નહીંવત્મોરબી અપડેટ (ટંકારા) : બંગાળની ખાડીમાં હવામાનની હલચલ તેજ બનવાની શક્યતા વચ્ચે વર્ષ 2026નું પ્રથમ વાવાઝોડું સર્જાવાના સંકેતો મળી રહ્યા છે. આગામી 23 ઓક્ટોબરે દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સર્જાઈ શકે છે. આ સિસ્ટમ ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધીને વધુ મજબૂત બને અને 25 ઓક્ટોબરે ડિપ્રેશનમાં પરિવર્તિત થાય તેવી શક્યતા છે.ત્યારબાદ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધતી આ સિસ્ટમ 26 કે 27 ઓક્ટોબરે મધ્ય-પશ્ચિમ બંગાળની ખાડીમાં તીવ્ર વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરે એવી શક્યતા હવામાન નિષ્ણાત રમેશ બસિયા (નાના ખીજડીયા, ટંકારા)એ વ્યક્ત કરી છે. તેઓના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીની સાથે અરબી સમુદ્રમાં પણ હવામાનની ગતિવિધિઓ સક્રિય રહેવાની શક્યતા છે. કેરળના દરિયાકાંઠા નજીક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન (UAC) સર્જાઈ શકે છે. આ ઉપરાંત, 24 ઓક્ટોબરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (WD) ઉત્તર ભારતના હવામાનને અસર કરી શકે છે.બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં હવામાનની હલચલ વચ્ચે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માટે રાહતના સમાચાર છે. હવામાનના અનુમાન પ્રમાણે, આ સિસ્ટમોની ગુજરાત પર કોઈ નોંધપાત્ર અસર થવાની શક્યતા નથી. 22થી 29 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં માવઠાની શક્યતા નહીંવત્ રહેવાનો અંદાજ છે.સૌરાષ્ટ્ર-કચ્છમાં મહત્તમ તાપમાન 35થી 37 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. જોકે, આગાહીના અંતિમ દિવસોમાં તાપમાનમાં થોડી રાહત મળી શકે છે. પવનની દિશા અંગેના અનુમાન મુજબ, 22થી 25 ઓક્ટોબર દરમિયાન પવન અસ્તવ્યસ્ત રહેવાની શક્યતા છે, જ્યારે ત્યારબાદના દિવસોમાં ઉત્તર દિશાના પવનોનું પ્રભુત્વ રહી શકે છે.#MorbiUpdate #WeatherUpdate #CycloneArnab #GujaratWeather #Saurashtra #Tankara #WeatherForecast