રણદીપ સૂરજેવાલા, અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલ અને ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓ સભા ગજવશેમોરબી અપડેટ: ખેડૂતોને સ્પર્શતા વિવિધ સળગતા પ્રશ્નો અને તેઓને પડતી મુશ્કેલીઓને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા મોરબીના શનાળા-રાજપર રોડ પર આવેલા આનંદ પાર્ટી પ્લોટ સામે 'ખેડૂત આક્રોશ સભા'નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા છે. આ ઉપરાંત કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતાઓનો મંચ ઉપર જમાવડો જામ્યો છે.આ સભા થકી કોંગ્રેસ પક્ષે રાજ્યના ખેડૂતોની સમસ્યાઓને ઉજાગર કરવાની સાથે મોરબીમાંથી મોટું રાજકીય શક્તિપ્રદર્શન કર્યું છે. ખેડૂતોના પડતર પ્રશ્નો મામલે પ્રદેશ કક્ષાના ટોચના નેતાઓ અને ધારાસભ્યોએ મંચ પરથી ખેડૂતોનો અવાજ બુલંદ કરી રહ્યા છે. આ 'ખેડૂત આક્રોશ સભા'માં કોંગ્રેસ હાઈકમાન્ડથી લઈને પ્રદેશ કક્ષાના અનેક મોટા માથાઓએ હાજરી આપી છે. જેમાં ખાસ કરીને ગુજરાત કોંગ્રેસના પ્રભારી રણદીપ સૂરજેવાલા, પ્રદેશના ટોચના નેતાઓ અમિત ચાવડા અને શક્તિસિંહ ગોહિલ, બનાસકાંઠાના લોકપ્રિય સાંસદ ગેનીબેન ઠાકોર તેમજ મોરબી-ટંકારા વિસ્તારના અગ્રણી લલિતભાઈ કગથરા ઉપસ્થિત રહ્યા છે.આ ઉપરાંત, આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાંથી પણ નેતાઓ જોડાયા છે. જેમાં રાજકોટ કોંગ્રેસના અગ્રણી નેતાઓ મહેશ રાજપૂત અને હિતેષ વોરા સહિતના આગેવાનોએ પણ ખાસ હાજરી આપી છે. વિશાળ જનમેદની વચ્ચે ઉપસ્થિત તમામ દિગ્ગજ નેતાઓએ હવે સભા ગજવવાના છે.