સ્મશાનયાત્રા આજે મંગળવારના રોજ સાંજે 5:00 કલાકે તેમના નિવાસસ્થાન રેવા પેલેસ, સનાળા રોડ, મોરબીથી નીકળશે. અંતિમ સંસ્કાર તેમના ગામ ચાચાપરમાં કરાશેમોરબી અપડેટ : મોરબીના જાણીતા ઉદ્યોગપતિ અને ORPET ગ્રુપના પ્રવિણભાઈ પટેલ (પ્રવીણભાઈ ઓધવજીભાઈ ભાલોડીયા)નું અવસાન થયું છે. તેઓ મોરબીના ઉદ્યોગ જગતના પાયાના પથ્થર ગણાતા અને ભામાશા તરીકે ઓળખાતા સ્વ. ઓ.આર. પટેલ (ઓધવજીભાઈ રાઘવજીભાઈ પટેલ)ના પુત્ર હતા. તેમના નિધનના સમાચારથી ઉદ્યોગજગત અને સમગ્ર મોરબી પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે.આજે સાંજે 5 કલાકે નીકળશે સ્મશાનયાત્રાપરિવારજનો દ્વારા જણાવાયા મુજબ, સ્વ. પ્રવિણભાઈની સ્મશાનયાત્રા આજે તા. 20-10-2026, મંગળવારના રોજ સાંજે 5:00 કલાકે તેમના નિવાસસ્થાન રેવા પેલેસ, સનાળા રોડ, મોરબીથી નીકળશે. સ્મશાનયાત્રા ગામ ચાચાપર સ્મશાને જશે.ઘડિયાળ ઉદ્યોગથી દેશ-વિદેશમાં મોરબીનું નામ રોશન કરનાર પરિવારસ્વ. ઓ.આર. પટેલ મૂળ શિક્ષક હતા. વર્ષ 1971માં તેઓ દીવાલ ઘડિયાળ બનાવતી કંપનીમાં ભાગીદાર બન્યા અને મોરબીમાં નાના ભાડાના સ્થળેથી ઘડિયાળ બનાવવાની શરૂઆત થઈ. વર્ષ 1975માં પ્રવિણભાઈ પટેલ 19 વર્ષની ઉંમરે વ્યવસાયમાં જોડાયા હતા. સમય જતાં આ ઉદ્યોગ મોરબીની આગવી ઓળખ બન્યો અને 'મોરબીની ઘડિયાળ' દેશભરમાં જાણીતી થઈ. વર્ષ 2012માં ઓ.આર. પટેલનું 87 વર્ષની વયે મોરબીમાં અવસાન થયું હતું.ORPET ગ્રુપનો પરિચયઅજંતા ગ્રુપના ઓ.આર. પટેલના પુત્ર પ્રવિણભાઈ પટેલ દ્વારા ORPET (ઓરપેટ) ગ્રુપની શરૂઆત કરવામાં આવી હતી. મોરબીમાં ઘડિયાળના ઉત્પાદક તરીકે શરૂ થયેલું આ ગ્રુપ આજે ઇલેક્ટ્રોનિક્સ, હોમ એપ્લાયન્સિસ અને ગ્રીન એનર્જી એમ ત્રણ મુખ્ય ક્ષેત્રોમાં કાર્યરત છે. ગ્રુપના ઉત્પાદનોમાં દીવાલ ઘડિયાળ, પંખા, કેલ્ક્યુલેટર, સ્વિચ, લાઇટ અને ઘરવપરાશના અન્ય ઉપકરણોનો સમાવેશ થાય છે. ગ્રુપનું મુખ્ય મથક મોરબીમાં છે અને તેના ઉત્પાદનો દેશ ઉપરાંત અનેક વિદેશી બજારોમાં પણ પહોંચે છે. 1991થી 1996 વચ્ચે ગ્રુપે કેલ્ક્યુલેટર અને ટેલિફોનના ઉત્પાદનમાં પ્રવેશ કર્યો હતો.મહિલાઓને રોજગારી આપવામાં પણ યોગદાનપ્રવિણભાઈ પટેલ ઉદ્યોગની સાથે સામાજિક દૃષ્ટિએ પણ જાણીતા હતા. વર્ષ 1985-86ના સમયગાળામાં તેઓ અને તેમના પત્ની મોરબીમાં ઘરે-ઘરે જઈને મહિલાઓને કંપનીમાં કામ કરવા માટે સમજાવતા હતા. આ રીતે અનેક પરિવારોને રોજગારી મળી હતી. તેમના નિધનથી મોરબીના ઉદ્યોગ જગતને મોટી ખોટ પડી છે.#મોરબી #MorbiUpdate #ORPET #OrpatGroup #AjantaOrpat #પ્રવિણભાઈપટેલ #ઓઆરપટેલ #શ્રદ્ધાંજલિ #મોરબીઉદ્યોગ