મોરબી અપડેટ : મોરબી જિલ્લા પોલીસ દ્વારા વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે તાલુકા પોલીસ લાઈન ખાતે શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા (પોલીસ અધિક્ષક) મુકેશકુમાર પટેલ, તમામ DySP, પોલીસ ઇન્સ્પેક્ટર, અને અન્ય તમામ પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ ઉત્સાહભેર હાજર રહ્યા હતા.મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલે જણાવ્યું હતું કે, આ શસ્ત્રપૂજનનો મુખ્ય હેતુ ભવિષ્યમાં મોરબી જિલ્લામાં સુખ-શાંતિ જળવાઈ રહે, કોઈ અનિચ્છનીય ઘટના ન બને, અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ કાબૂમાં રહે તે સુનિશ્ચિત કરવાનો છે. તેમણે મોરબીની જનતાને ખાતરી આપી હતી કે મોરબી જિલ્લા પોલીસ હંમેશાં લોકોની સેવામાં સતત તત્પર રહેશે અને કોઈપણ વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે. આ સાથે તેમણે મોરબીની તમામ જનતાને દશેરાના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.