24 ઓક્ટોબરે યોજાનાર મહોત્સવમાં 23 ગામોના 450 કુટુંબોનું સ્નેહમિલન યોજાશે: 23 મીએ હરેશદાન ગઢવીની મ્યુઝિકલ નાઇટ સાથે ગરબાની રમઝટ જામશેમોરબી અપડેટ : બગથળા ગામે ગત વર્ષે 2025 માં ઠોરિયા પરિવારના કુળદેવી બહુચરાજી માતાજીની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. હવે આગામી તારીખ 24/10/2026 ને શનિવારના રોજ બગથળા ગામે આવેલ બહુચર ધામ ખાતે બહુચરાજી માતાજીનો પ્રથમ પાટોત્સવ અને નવચંડી યજ્ઞ સમસ્ત ઠોરિયા પરિવાર દ્વારા ભવ્ય રીતે ઉજવવામાં આવશે.આ ધાર્મિક મહોત્સવમાં આજુબાજુના 23 ગામોમાં રહેતા ઠોરિયા પરિવારના 450 જેટલા કુટુંબો એકસાથે મળીને નવચંડી યજ્ઞ તથા પાટોત્સવની ઉજવણી કરશે. આ નિમિત્તે ઠોરિયા કુટુંબનું ભવ્ય સ્નેહમિલન પણ યોજાશે. મહોત્સવમાં બગથળાના નકલંક મંદિરના મહંત દામજી ભગત ખાસ ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવશે.તારીખ 23/10/2026 ને શુક્રવારે રાત્રે 9:00 કલાકે બહુચર ધામ ખાતે હરેશદાન ગઢવીની મ્યુઝિકલ નાઇટમાં દાંડિયારાસ અને ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ તારીખ 24/10/2026 ને શનિવારે સવારે 8:00 કલાકે યજ્ઞનો પ્રારંભ થશે અને સાંજે 5:00 કલાકે યજ્ઞની પૂર્ણાહૂતિ તથા 5:30 કલાકે મહાઆરતી કરવામાં આવશે.આ પ્રસંગે બપોરે 12:00 કલાકે બગથળાની પટેલ સમાજવાડી ખાતે મહાપ્રસાદનું આયોજન કરાયું છે, જેમાં અંદાજે 2500 જેટલા લોકો સમૂહ પ્રસાદ લેશે. આ મહોત્સવના મુખ્ય યજમાન તરીકે વિશાલ કેશવજીભાઈ ઠોરિયા અને હિનાબેન વિશાલભાઈ ઠોરિયા લાભ લેશે. બહુચર માતાજી ઠોરિયા પરિવાર સેવા સમિતિ દ્વારા સમસ્ત ઠોરિયા પરિવારને સહપરિવાર આ રૂડા અવસરે પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiNews #Bagathala #BahucharajiMataji #Patotsav #ThoriyaParivar #NavchandiYagna #MorbiUpdates