વોટ્સએપ ગ્રુપ અને 'GALAD ARAB' નામની ફેક એપ્લિકેશન દ્વારા મોટો નફો દર્શાવી 21 ટ્રાન્ઝેક્શનમાં લાખો રૂપિયા પડાવ્યામોરબી અપડેટ: મોરબી જિલ્લાના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં શેરબજારમાં રોકાણના નામે થયેલી એક મોટી સાયબર છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. ટંકારાના જંતુનાશક દવાના વેપારીને વ્હોટ્સએપ ગ્રુપમાં જોડી, શેરબજારમાં રોકાણ કરી ટૂંકા ગાળામાં મોટો નફો કમાવવાની લાલચ આપીને કુલ 84,80,000 રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.કેવી રીતે થઈ છેતરપિંડી?ટંકારાના લતીપર રોડ પર આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા અને હળમતીયા (લજાઇ) ખાતે 'યુનાઇટેડ ઇન્સેક્ટી સાઇડ' નામનું જંતુનાશક દવાનું કારખાનું ધરાવતા 47 વર્ષીય વેપારી વિજ્ઞેશભાઈ હસમુખભાઈ પરમાર આ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. ગત 23/02/2025 ના રોજ તેમના મોબાઈલ નંબરને એક અજાણ્યા નંબર પરથી 'VIP 2 Investment Alliance Training Group A' નામના વ્હોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા.નકલી એપ્લિકેશન અને ખોટા નફાની જાળઆ વ્હોટ્સએપ ગ્રુપના એડમીન અને અન્ય એક નંબર દ્વારા શેરબજારની ટિપ્સ અને અલગ-અલગ કંપનીના શેરમાં રોકાણ કરવાના મેસેજ મોકલવામાં આવતા હતા. ફરિયાદી વેપારીને લલચાવવા માટે 'GALAD ARAB' નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી હતી, જેમાં રોકાણ અને શોર્ટ ટાઇમમાં થયેલો નફો દર્શાવવામાં આવતો હતો.21 અલગ અલગ ટ્રાન્ઝેક્શનમાં 84.80 લાખ ગુમાવ્યાએપ્લિકેશનમાં નફો દેખાતા વેપારી વિશ્વાસમાં આવી ગયા હતા અને આરોપીઓ દ્વારા આપવામાં આવેલા બેંક એકાઉન્ટમાં રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. 17/02/2025 થી 12/03/2025 ના સમયગાળા દરમિયાન વેપારીએ બંધન બેંક, સારસ્વત બેંક, યુકો બેંક, કોટક મહિન્દ્રા બેંક, IDFC ફર્સ્ટ બેંક, ઇન્ડસઇન્ડ બેંક, ફેડરલ બેંક અને યસ બેંકના વિવિધ એકાઉન્ટમાં કુલ 21 ટ્રાન્ઝેક્શન મારફતે 84,80,000 રૂપિયા જમા કરાવ્યા હતા. ત્યારબાદ રોકાણ કરેલી મુડી કે નફો પરત ન મળતા અને વ્હોટ્સએપ ગ્રુપ તથા એપ્લિકેશન બંધ થઈ જતા વેપારીને પોતાની સાથે મોટી ઠગાઈ થઈ હોવાનું સમજાયું હતું.પોલીસ કાર્યવાહીઆ સમગ્ર મામલે ભોગ બનનાર વિજ્ઞેશભાઈએ 19/10/2026 ના રોજ મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.#MorbiUpdate #MorbiNews #CyberCrime #ShareMarketFraud #OnlineScam #GujaratPolice #CyberSecurity