આસો સુદ અષ્ટમીના પાવન અવસરે ચાચર ચોકમાં યોજાયેલા મહામાયા નવદુર્ગા રાસમાં ભક્તો ઉમટી પડ્યામોરબી અપડેટ: મોરબી તાલુકાના જેતપર ગામે 125 વર્ષ જૂની મિત્ર મંડળ ગરબી દ્વારા નવરાત્રિ મહોત્સવ અંતર્ગત આસો સુદ અષ્ટમીના પાવન અવસરે એક ભવ્ય 'મહામાયા નવદુર્ગા રાસ'નું આયોજન કરવામાં આવ્યું હતું.ગામના ધર્મપ્રેમી અને ભક્તિભાવ વાળા ભક્તોની વિશાળ ઉપસ્થિતિમાં મિત્ર મંડળના ચાચર ચોક ખાતે આ રાસ ઉત્સાહપૂર્વક યોજાયો હતો. આ પાવન અવસરે આદ્યશક્તિ માં અંબા ભવાની અને નવદુર્ગા જ્યારે સાક્ષાત દર્શન દેવા પધાર્યા હોય તેવો ભક્તિમય માહોલ સર્જાયો હતો. માતાજીના ગરબા, રાસ અને આરાધનામાં સૌ ભક્તો લીન થઈ ગયા હતા. માં આદ્યશક્તિ સૌ ભક્તોને હરપળ ખુશ રાખે તેવી પ્રાર્થના સાથે આ કાર્યક્રમ સંપન્ન થયો હતો.#Morbi #MorbiUpdate #MorbiNews #Jetpar #Navratri #NavdurgaRas #MitraMandalGarbi #MatajiDarshan