આદ્યશક્તિ ગરબી મંડળ દ્વારા સળંગ 7મા વર્ષે આયોજન: મેયર ઉત્તમભાઈ સૂરણી સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં બાળાઓએ જમાવ્યો રાસમોરબી અપડેટ: મોરબીના રંગધરતી પાર્ક ખાતે નવરાત્રિ મહોત્સવ અંતર્ગત 8મા નોરતે (આઠમના દિવસે) માતાજીની ભવ્ય મહાઆરતીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. રંગધરતી પાર્ક અને આદ્યશક્તિ ગરબી મંડળના સ્વયંસેવકો દ્વારા અહીં છેલ્લા 7 વર્ષથી નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ આયોજકો દ્વારા ઉત્સાહભેર માતાજીની આરાધના કરવામાં આવી રહી છે.આઠમના પાવન અવસરે યોજાયેલી મહાઆરતીમાં મોરબીના મેયર ઉત્તમભાઈ સૂરણી, જિલ્લા પ્રમુખ જયંતિભાઈ રાજકોટીયા, કોર્પોરેટર નવનીતભાઈ કુંડારીયા અને ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ સુખદેવભાઈ રમેશભાઈ દેલવાણીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ ધાર્મિક કાર્યક્રમમાં નાની બાળાઓ દ્વારા આકર્ષક 'ધૂણિયો રાસ' તેમજ અન્ય વિવિધ રાસ-ગરબાની સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત મહાનુભાવો અને સ્થાનિકોએ મનભરીને માણી હતી.#Morbi #MorbiUpdate #MorbiNews #Navratri #MahaAarti #RangdhartiPark #Garba #Ashtami