નવરાત્રિ પર્વ નિમિત્તે કન્યાઓને શક્તિ સ્વરૂપ માની પૂજન-અર્ચન કરી ભેટ આપવામાં આવીમોરબી અપડેટ: મોરબી શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિવિધ સેવા વસ્તીઓમાં યોજાતા નવરાત્રી ગરબી મહોત્સવમાં કન્યા પૂજનના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.નવરાત્રિના પાવન પર્વે માતાજીની આરાધનાની સાથે કન્યાઓને શક્તિનું સ્વરૂપ માનીને 200 જેટલી કન્યાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. આ તકે તમામ કન્યાઓને તિલક કરી, પૂજન-અર્ચન કરીને તેમના આશીર્વાદ લેવાયા હતા. આ ઉપરાંત ઉપસ્થિત તમામ કન્યાઓને ભેટ સ્વરૂપે લાણી પણ આપવામાં આવી હતી.ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક પરંપરા અને નારીશક્તિ પ્રત્યે આદરભાવ વધારવાના મુખ્ય ઉદ્દેશ્યથી આ કાર્યક્રમ યોજાયો હતો. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સામાજિક સમરસતા, ધાર્મિક સંસ્કારો અને સેવા ભાવનાને પ્રોત્સાહન આપવા માટે આ કન્યા પૂજન થકી સમાજમાં એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #VHP #VishwaHinduParishad #Navratri #KanyaPujan #NariShakti