25 ઓક્ટોબરે નવનિર્મિત BAPS સ્વામિનારાયણ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ : ભક્તિ-સત્સંગનો અનેરો સંગમ સર્જાશેમોરબી અપડેટ : મોરબી શહેરના આંગણે નવનિર્મિત BAPS સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ ઐતિહાસિક અવસરે પૂજ્ય મહંતસ્વામી મહારાજ આગામી 20 ઓક્ટોબર, મંગળવારના રોજ સવારે 9:00 કલાકે મોરબી પધારી રહ્યા છે. મોરબી મંદિરના સર્જક પૂજ્ય મહંતસ્વામી મહારાજના આગમનને વધાવવા સમગ્ર મોરબી પંથકના હરિભક્તો અને નાગરિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓનું અત્યંત હર્ષોલ્લાસ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવશે. પૂજ્ય સ્વામી મહારાજ 20 ઓક્ટોબરથી 4 નવેમ્બર, 2026 સુધી મોરબીમાં રોકાણ કરીને ભાવિકોને દર્શન અને આશીર્વાદનો અમૂલ્ય લાભ આપશે.મહોત્સવના મુખ્ય કાર્યક્રમોની વિગતવાર રૂપરેખા:• 20 ઓક્ટોબર, 2026 (મંગળવાર): સવારે 9:00 કલાકે મોરબીમાં પૂજ્ય મહંતસ્વામી મહારાજનું ભવ્ય આગમન અને સ્વાગત. • 23 ઓક્ટોબર, 2026 (શુક્રવાર): સવારે 7:30 થી 12:00 દરમિયાન 'વિશ્વશાંતિ મહાયજ્ઞ-1' તથા સાંજે 5:00 થી 8:00 દરમિયાન 'સ્વાગત સમારોહ / અભિવાદન સમારોહ'. • 24 ઓક્ટોબર, 2026 (શનિવાર): સવારે 7:30 થી 12:00 દરમિયાન 'વિશ્વશાંતિ મહાયજ્ઞ-2' અને સાંજે ભવ્ય 'ઠાકોરજીની શોભાયાત્રા'. • 25 ઓક્ટોબર, 2026 (રવિવાર - મુખ્ય પ્રતિષ્ઠા દિવસ): સવારે 9:00 થી બપોરે 1:00 દરમિયાન પૂજ્ય મહંતસ્વામી મહારાજના વરદ્ હસ્તે 'મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ' સંપન્ન થશે. તેમજ સાંજે 5:00 થી 8:00 દરમિયાન ભવ્ય 'મંદિર લોકાર્પણ સમારોહ અને શરદ પૂર્ણિમા સભા' યોજાશે. • 28 ઓક્ટોબર થી 2 નવેમ્બર, 2026: દરરોજ સવારે 6:00 થી 8:00 દરમિયાન પૂજ્ય સ્વામી મહારાજના 'પ્રાતઃપૂજા દર્શન' અને સાંજે 5:00 થી 8:00 દરમિયાન 'સાંય સત્સંગ સભા અને સાંસ્કૃતિક કાર્યક્રમો' યોજાશે. જેમાં 2 નવેમ્બરના રોજ સાંજે 'વિરાટ મહિલા સંમેલન'નું વિશેષ આયોજન કરાયું છે.• 4 નવેમ્બર, 2026 (બુધવાર): પૂજ્ય મહંતસ્વામી મહારાજની મોરબીથી ભાવભરી વિદાય.નોંધનીય છે કે 21-22 ઓક્ટોબર, 26-27 ઓક્ટોબર અને 3 નવેમ્બરના રોજ જાહેર કાર્યક્રમો રહેશે નહીં. મોરબીના આંગણે 16 દિવસ સુધી વહેનારી આ ભક્તિ, સત્સંગ અને સંસ્કૃતિની ભાગીરથીમાં જોડાવા સમગ્ર મોરબીની ધર્મપ્રેમી જનતાને BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #BAPS #BAPSswaminarayan #MahantSwamiMaharaj #PranPratishtha #MorbiNews #GujaratNews