ભોપાલમાં યોજાયેલી CBSE વેસ્ટ ઝોન ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શનના આધારે મોરબીના યુવા ક્રિકેટરોની કરાઈ પસંદગી : તા. 21 થી 30 તામિલનાડુના મદુરાઈ ખાતે ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ કૌવત બતાવશેમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ ખાતે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા તાજેતરમાં વેસ્ટ ઝોન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શનના આધારે વેસ્ટ ઝોનની ટીમમાંથી રાષ્ટ્રીય સ્તરે રમવા માટે મોરબીના 6 યુવા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. મોરબી માટે આ એક અત્યંત ગર્વની ક્ષણ છે.રાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટ માટે પસંદ થયેલા મોરબીના ખેલાડીઓની વાત કરીએ તો, અંડર-14 ટીમમાં ઝિલ કાનાણી, અંડર-17 ટીમમાં વર્ચસ્વ શર્મા અને દીવ જોટાણીયા તથા અંડર-19 ટીમમાં યક્ષ ગોધાણી, પ્રણવ જોષી અને અંશ ભાકરનો સમાવેશ થાય છે. આ 6 ખેલાડીઓ પૈકી યક્ષ ગોધાણી મોરબીની નાલંદા વિદ્યાલયનો વિદ્યાર્થી છે, જ્યારે બાકીના 5 ખેલાડીઓ દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ (મોરબી) ના વિદ્યાર્થીઓ છે. આ તમામ ઉભરતા ક્રિકેટરો છેલ્લા ઘણા વર્ષોથી મોરબીની 'ધ રોર ક્રિકેટ ક્લબ' ખાતે સઘન તાલીમ મેળવી રહ્યા છે.ધ રોર ક્લબના ડાયરેક્ટર ડો. અલી ખાને આ વિશે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, વેસ્ટર્ન ઝોનની આ ટીમ આગામી 21 થી 30 ઓક્ટોબર દરમિયાન તામિલનાડુના મદુરાઈ શહેરમાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટમાં ભાગ લેશે. આ મેગા ટુર્નામેન્ટમાં ભારતના કુલ 8 ઝોનની ટીમો ઉપરાંત દુબઈ અને ઓમાનની ટીમો પણ હિસ્સો લેવાની છે. આ ટુર્નામેન્ટમાં રમવા જતા પહેલા ભોપાલ ખાતે ત્રણ દિવસીય પ્રિ-નેશનલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં ખેલાડીઓને વિશેષ માર્ગદર્શન અપાશે.મોરબીના યુવા ખેલાડીઓએ પોતાની રમત થકી રાષ્ટ્રીય સ્તરે સ્થાન મેળવીને સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે. આ સિદ્ધિ બદલ ક્લબના મુખ્ય કોચ મનદીપ સિંહે તમામ પસંદગી પામેલા ખેલાડીઓ અને તેમના માતા-પિતાને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યની મેચોમાં પણ આવું જ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.📍ધ રોર ક્રિકેટ ક્લબ દરિયાલાલ પ્લાઝા પાછળ,વિશાલ ફર્નિચર સામે,સામાકાંઠે, મોરબી -2 મો.નં.6354584297 મો.નં.7043111711 #Morbi #Cricket #TheRoarCricketClub #NationalCricket #SportsNews #CBSEWestZone #MorbiNews #CricketTournament #ProudMorbi