ડો. પ્રશાંત સોલંકીએ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ ચાલતા ઓનલાઈન કોર્સમાં 10 પ્રતિષ્ઠિત NPTEL સ્ટાર્સ મેળવી રાષ્ટ્રીય સ્તરે ગૌરવ વધાર્યું: 28 કોર્સમાં 3 ગોલ્ડ અને 14 સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યામોરબી અપડેટ : મોરબી સ્થિત ગુજરાત સરકાર સંચાલિત સરકારી એલ.ઈ. કોલેજ (ડિગ્રી) ના પ્રોડક્શન એન્જિનિયરિંગ વિભાગમાં સહાયક પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા પ્રો. (ડો.) પ્રશાંત હસમુખરાય સોલંકીએ રાષ્ટ્રીય સ્તરે શૈક્ષણિક ઉત્કૃષ્ટતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાઓ (IITs) તથા ભારતીય વિજ્ઞાન સંસ્થા (IISc), બેંગલુરુ દ્વારા સંયુક્ત રીતે સંચાલિત NPTEL (National Programme on Technology Enhanced Learning) ઓનલાઈન શિક્ષણ પહેલ અંતર્ગત ડો. પ્રશાંત સોલંકીને કુલ 10 પ્રતિષ્ઠિત NPTEL Stars પ્રાપ્ત થયા છે.ડો. પ્રશાંત સોલંકીને પ્રાપ્ત થયેલા કુલ 10 NPTEL Stars માં 1 વખત 'NPTEL Domain Scholar', 1 વખત 'NPTEL Superstar', 1 વખત 'NPTEL Evangelist', 2 વખત 'NPTEL Motivated Learner', 2 વખત 'NPTEL Believer' તથા 3 વખત 'NPTEL Discipline Star' નો સમાવેશ થાય છે.આ NPTEL Star અંતર્ગત પ્રો. (ડો.) પ્રશાંત સોલંકીએ ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાઓ દ્વારા આયોજિત કુલ 28 ઓનલાઈન અભ્યાસ તાલીમ કાર્યક્રમો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. આ અભ્યાસક્રમોમાં તેમણે 3 વખત ગોલ્ડ મેડલ, 14 વખત સિલ્વર મેડલ, 8 વખત એલિટ પ્રમાણપત્ર તથા 3 વખત સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કર્યાના પ્રમાણપત્રો પ્રાપ્ત કરીને ઉત્કૃષ્ટ પ્રદર્શન નોંધાવ્યું છે.સરકારી એલ.ઈ. કોલેજ (ડિગ્રી), મોરબીના આચાર્ય, પ્રાધ્યાપક મંડળ, કર્મચારી વૃંદ, વિદ્યાર્થીઓ તેમજ શુભેચ્છકોએ પ્રો. (ડો.) પ્રશાંત હસમુખરાય સોલંકીને આ વિશિષ્ટ શૈક્ષણિક સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા છે તથા ભવિષ્યમાં તેઓ વધુ સિદ્ધિ મેળવે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી છે.#Morbi #MorbiNews #LECollege #NPTEL #Education #AcademicAchievement #MorbiUpdates