ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી-જેતપર દ્વારા આયોજિત મીટિંગમાં ખેડૂતોને ઉપસ્થિત રહેવા આહવાનવાંકાનેર (મોરબી અપડેટ): ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી-જેતપર દ્વારા આજ રોજ તારીખ 05/10/2026, સોમવારના રોજ રાત્રે 8:00 કલાકે વાંકાનેર તાલુકાના ગારીડા ગામની મોટા ફળિયા વાળી બજાર ખાતે ખેડૂત એકતા અને જાગૃતિ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.ખેડૂતોના હક અને અધિકારો અંગે જાગૃતિ લાવવા તેમજ ખેડૂત એકતા મજબૂત બનાવવાના હેતુથી આયોજિત આ મિટિંગમાં ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ-બહેનોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે અનુરોધ કરાયો છે. આ ઉપરાંત વાંકાનેર તાલુકાના તમામ ગામોના સરપંચોને પણ આ મીટિંગમાં હાજરી આપવા માટે ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Wankaner #MorbiUpdate #FarmersMeeting #KhedutEkta #GujaratFarmers #GaridaVillage #MorbiNews