રોડ અકસ્માત નિવારવા પદયાત્રીઓના સામાન પર રેડિયમ લગાવવામાં આવ્યા, રાત્રિ મુસાફરી અંગે માર્ગદર્શન અપાયુંમોરબી અપડેટ: મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ, ટ્રાફિક પોલીસ દ્વારા રોડ સેફ્ટીને ધ્યાનમાં રાખીને એક સરાહનીય પગલું ભરવામાં આવ્યું છે. કચ્છ સ્થિત માતાના મઢ ખાતે દર્શનાર્થે ચાલીને જતા પદયાત્રીઓની સુરક્ષા માટે મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ કામગીરી કરવામાં આવી છે.રાત્રિના સમયે હાઇવે પર પદયાત્રીઓને અકસ્માતનો ભોગ બનતા અટકાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા પદયાત્રીઓના સામાન ઉપર ગોળ રેડિયમ લગાવવામાં આવ્યા છે. આ રેડિયમના કારણે રાત્રિના અંધકારમાં પણ વાહનચાલકોને પદયાત્રીઓ સ્પષ્ટ રીતે દેખાઈ શકશે અને રોડ અકસ્માતના બનાવો નિવારી શકાશે.આ સરાહનીય કામગીરી દરમિયાન, ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર અને પીએસઆઈ ડી.બી. ઠક્કર સહિતના ટ્રાફિક પોલીસ સ્ટાફ દ્વારા પદયાત્રીઓને રાત્રિ દરમિયાન રોડ પર ચાલતી વખતે રાખવાની સાવચેતીઓ તેમજ ઇમરજન્સી માટે પોલીસ હેલ્પલાઇન નંબર 112 અને 100 અંગે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું.#Morbi #MorbiUpdate #MorbiNews #TrafficPolice #RoadSafety #MataNoMadh #PadYatra #GujaratPolice #SafetyFirst