ખેલૈયાઓએ ગરબાના તાલે ઝૂમીને જમાવટ કરીમોરબી અપડેટ: મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા 'મુસ્કાન નવરાત્રી મહોત્સવ'નું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ કેટેગરીમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને અદભુત ઉર્જા સાથે સમગ્ર વાતાવરણ ગરબાની રમઝટથી ગુંજી ઉઠ્યું હતું.વિજેતાઓને આકર્ષક ઇનામો અને દરેક સ્પર્ધકને 'શ્યોર ગિફ્ટ'આ નવરાત્રી મહોત્સવમાં આકર્ષક ઇનામો, નાસ્તા અને સરપ્રાઇઝ ગિફ્ટ્સની સુંદર વ્યવસ્થા કરાઈ હતી. સ્પર્ધાના વિજેતાઓને વિશેષ ઇનામો એનાયત કરાયા હતા, જ્યારે અન્ય તમામ સહભાગીઓને પણ સંસ્થા તરફથી પ્રેમ અને સન્માનના પ્રતીક રૂપે 'Sure Gift' આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. “મુસ્કાનમાંથી કોઈ મુસ્કાન વગર પાછું નથી ફરતું” એ સંસ્થાની ઉક્તિને આ કાર્યક્રમમાં અક્ષરશઃ સાર્થક કરવામાં આવી હતી, જ્યાં દરેક સહભાગીના ચહેરા પર ખુશી જોવા મળી હતી.આયોજકો દ્વારા નિર્ણાયકો અને સ્પોન્સર્સનો આભાર વ્યક્ત કરાયોસ્પર્ધામાં નિષ્પક્ષ મૂલ્યાંકન કરવા માટે પોતાનો કિંમતી સમય ફાળવીને ઉપસ્થિત રહેલા તમામ જજનો મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો. આ ઉપરાંત, આયોજનને આર્થિક અને સામાજિક રીતે સફળ બનાવવા માટે તમામ પ્રાઇઝ સ્પોન્સર્સ, નાસ્તાના સ્પોન્સર્સ અને સહયોગીઓનો પણ આભાર વ્યક્ત કરાયો હતો. મુસ્કાનની ટીમે આ શાનદાર આયોજન અને સુંદર વ્યવસ્થા થકી લોકોના દિલ જીતી લીધા હતા.#Morbi #MorbiUpdate #MuskaanWelfareSociety #Navratri #GarbaMahotsav #MorbiNews #NavratriFestival