અંધારપટને કારણે ખિસ્સાકાતરુઓ અને આવારા તત્વોનો ભય વધ્યોમોરબી અપડેટ : મોરબી શહેરના હાર્દ સમાન અને દરરોજ હજારો મુસાફરોથી ધમધમતા જૂના બસ સ્ટેન્ડમાં છેલ્લા ઘણા સમયથી ઉપરની મુખ્ય લાઈટો બંધ હાલતમાં હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. લાઈટો બંધ હોવાને કારણે રાત્રિના સમયે સમગ્ર બસ સ્ટેન્ડ વિસ્તાર અંધારપટમાં ગરકાવ થઈ જાય છે, જેના લીધે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.સ્થાનિક નાગરિકો અને મુસાફરોના જણાવ્યા અનુસાર, બસ સ્ટેન્ડમાં પૂરતો પ્રકાશ ન હોવાને કારણે રાત્રે આવતી-જતી બસોના નંબરો જોવામાં, બસ પકડવામાં અને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડે છે. અંધારાનો લાભ લઈને ખિસ્સાકાતરુઓ અને આવારા તત્વોનો ત્રાસ વધવાની પણ ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વૃદ્ધ મુસાફરોની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા થયા છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ ગંભીર સમસ્યાની નોંધ લઈ જૂના બસ સ્ટેન્ડમાં લાઈટોની સુવિધા વહેલી તકે પુનઃ શરૂ કરવામાં આવે તેવી મુસાફરોમાં પ્રબળ માંગ ઉઠી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #OldBusStand #GSRTC #PassengerSafety #MorbiCity