લીલાપર ચોકડી પાસે બનેલી ઘટના અંગે પોલીસે ગુન્હો નોંધ્યોમોરબી : આજના સમયમાં સહનશક્તિ ખૂટી જતા આપઘાતના બનાવોમાં વધારો થયો છે ત્યારે આવા જ એક બનાવમાં મોરબી શહેરના લીલાપર ચોકડી પાસે આવેલ એક એપાર્ટમેન્ટમાં રહેતી સગીરાને માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતા સગીરાને મનોમન લાગી આવતા એપાર્ટમેન્ટના ચોથા માળેથી કૂદીને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી છે.જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના લીલાપર ચોકડી પાસે આવેલ ધર્મેન્દ્રભાઈ પટેલના એપાર્ટમેન્ટમાં રહેતી મૂળ ઉત્તરપ્રદેશની વતની ખુશીબેન રામનરેશ રામરાજ વર્મા ઉ.15 નામની સગીરાને તેણીના માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતા મનોમન લાગી આવતા ગત તા.28 ઓગસ્ટના રોજ સગીરાએ એપાર્ટમેન્ટના ચોથા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.