હળવદ : હળવદ તાલુકાના રણજીતગઢ ગામની સીમમાં કાંતિભાઈ લાલજીભાઈની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની વનકરભાઈ મકનાભાઈ વાસકેલની પાંચ વર્ષની પુત્રી રોશનીબેનને ગઈકાલે રાત્રિના સમયે વાડીમાં કોઈ ઝેરી જનાવર કરડી જતા પ્રથમ હળવદ બાદ મોરબી સારવારમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.