મોરબી અપડેટ : ભડીયાદ રોડ પર બાયપાસ નજીકનું નાલું અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયું હોવાથી અહીંથી પસાર થતા વાહનચાલકો માટે તે ભારે જોખમી બની ગયું છે. આ નાલાની ખરાબ સ્થિતિના કારણે અહીંથી પસાર થતા નાના-મોટા વાહનોને કોઈપણ સમયે મોટું નુકસાન પહોંચવાની કે ગંભીર અકસ્માત સર્જાવાની પૂરેપૂરી શક્યતાઓ ઊભી થઈ છે. તંત્ર દ્વારા આ જર્જરિત નાલાનું સત્વરે યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકો અને વાહનચાલકોની પ્રબળ માંગ ઊઠી છે, જેથી ભવિષ્યમાં થનારી કોઈ મોટી જાનહાનિ કે આર્થિક નુકસાનીને અટકાવી શકાય.