મોરબી અપડેટ : ટંકારાના મિતાણા-નેકનામ રોડ પર હમીરપરના પાટિયા પાસે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક ઈકો કાર અને સીએનજી રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે ટક્કર બાદ વાહનનું વ્હીલ પણ નીકળી ગયું હતું.આ દુર્ઘટનામાં સીએનજી રિક્ષામાં સવાર કુલ 3 લોકોને ઈજાઓ પહોંચી છે. જેમાં ચાલકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતાં જ ઘટનાસ્થળે 2 જેટલી 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક પહોંચી ગઈ હતી. ત્યારબાદ તમામ 3 ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે 108 મારફતે ટંકારાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.#MorbiUpdate #AccidentNews #MakanaNeknamRoad #Tankara #MorbiNews #RoadAccident