'હળવદનો ધબકાર' ની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી આયોજન: સાથોસાથ તાલુકાની સેવાભાવી સંસ્થાઓ અને વ્યક્તિઓનો ભવ્ય સન્માન સમારોહ પણ યોજાશેહળવદ (મોરબી અપડેટ) : 'હળવદનો ધબકાર' પ્લેટફોર્મને સફળતાપૂર્વક 1 વર્ષ પૂર્ણ થવા બદલ હળવદ શહેરમાં વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આગામી તારીખ 08/10/2026 ને ગુરુવારના રોજ સવારે 9:00 થી બપોરના 1:00 વાગ્યા સુધી લુહાણા મહાજન સમાજ વાડી ખાતે આંખના દર્દીઓ માટે નિઃશુલ્ક નેત્ર નિદાન અને મેગા કેમ્પ યોજાશે.આ મેગા કેમ્પમાં રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટના વિશેષ સહયોગથી આંખના દર્દીઓનું સઘન ચેકઅપ કરવામાં આવશે. તપાસ દરમિયાન જો દર્દીને આંખમાં મોતિયો જણાશે તો તેનું ઓપરેશન તદ્દન નિઃશુલ્ક કરી આપવામાં આવશે. આ સેવા કેમ્પની સાથે જ હળવદ તાલુકામાં કાર્યરત વિવિધ સેવાભાવી સંસ્થાઓ, અલગ અલગ સેવા ગ્રુપો અને નિઃસ્વાર્થ ભાવે કામ કરતી સેવાભાવી વ્યક્તિઓને બિરદાવવા માટે એક ભવ્ય સન્માન સમારોહ પણ રાખવામાં આવ્યો છે.આયોજકો દ્વારા હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના તમામ નગરજનોને આ ભવ્ય અને દિવ્ય સેવાયજ્ઞમાં જોડાવા અને આંખની તકલીફ ધરાવતા દર્દીઓને કેમ્પનો મહત્તમ લાભ લેવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.#Halvad #MorbiUpdate #MorbiNews #EyeCamp #FreeHealthCamp #SocialService #HalvadNoDhabkar