ભડીયાદ ગરબીચોક ખાતે ભવ્ય પ્રેરણાત્મક નાટક ભજવાશે: ધર્મપ્રેમી જનતાને પધારવા આમંત્રણમોરબી અપડેટ: મોરબીના ભડીયાદ ગામમાં ભડીયાદ ગૌશાળાના લાભાર્થે ભંડોળ એકઠું કરવા માટે ભડીયાદ ગૌશાળા સ્વયંસેવક કલાકાર મંડળના સહકારથી આગામી તારીખ 13-10-2026 ને મંગળવારના રોજ રાત્રે 10-00 કલાકે ભડીયાદ ગરબીચોક ખાતે નાટક અને કોમિકનો ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.આ કાર્યક્રમ અંતર્ગત મનોરંજનની સાથે પ્રેરણા પૂરી પાડતું ભવ્ય નાટક 'વીર વચ્છરાજ સોલંકી' રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત, ઉપસ્થિત લોકોને હસાવીને લોટપોટ કરી દે તેવો મનોરંજનનો રસથાળ પીરસતો 'કોમિક' કાર્યક્રમ પણ રજૂ કરાશે. ભડીયાદ ગૌશાળા ટ્રસ્ટ, ટ્રસ્ટીમંડળ, સ્વયંસેવકગણ કલાકારવૃંદ અને સમસ્ત ભડીયાદ ગામ દ્વારા આ નાટક નિહાળવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Bhadiyad #Gaushala #VeerVachhrajSolanki #GujaratiNatak #GauSeva