મોરબી અપડેટ : ગુજરાત રાજ્યના નિવૃત્ત ન્યાયાધીશ તથા ગુજરાત સરકાર દ્વારા ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન (DOP) તરીકે નિયુક્ત થયેલા અંબાલાલ આર. પટેલે સપરિવાર મોરબી સ્થિત જાણીતી ‘બ્લુઝોન ફેક્ટરી’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમની સાથે મોરબીના ડીસ્ટ્રીક્ટ ગવર્નમેન્ટ પ્લીડર (DGP) વિજયભાઈ જાની પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.ફેક્ટરી પરિસર ખાતે આવી પહોંચેલા મહાનુભાવોનું ઉષ્માભેર સ્વાગત અને ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન અંબાલાલ પટેલે વિશ્વવિખ્યાત મોરબી સિરામિક ઉદ્યોગની ઉત્પાદન પદ્ધતિ, આધુનિક ટેકનોલોજી તેમજ વૈશ્વિક સ્તરે મોરબીના સિરામિક ક્ષેત્રની કામગીરી અને યોગદાન અંગે ઊંડો રસ દાખવી વિગતવાર માહિતી મેળવી હતી. આ મુલાકાત અંગે મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવડિયાએ જણાવ્યું હતું કે, “ અંબાલાલ પટેલની સાદગી, કાર્યનિષ્ઠા અને તેમના વર્ષોના બહોળા ન્યાયિક અનુભવ સાથેની આ મુલાકાત અમારા સમગ્ર ઉદ્યોગ પરિવાર માટે અત્યંત ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયી બની રહી છે.”