સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં સશસ્ત્ર દળના જવાનોનું સન્માન કરાયું; સેમિનારમાં આચાર્ય ગોપાલજીએ શિક્ષકોને માર્ગદર્શન આપ્યુંમોરબી અપડેટ : મોરબીના વિરપર સ્થિત નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે રાષ્ટ્રભાવનાને કેન્દ્રમાં રાખીને 2 વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશની રક્ષા કરતા સૈનિકોના સન્માન સાથે દેશનું ભવિષ્ય ઘડતા શિક્ષકો માટે પ્રેરણાદાયી સેમિનાર યોજાયો હતો.સશસ્ત્ર દળ સન્માન સમારોહમોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત નવયુગ કેમ્પસ ખાતે જિલ્લા પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં ‘સશસ્ત્ર દળ સન્માન સમારોહ’ યોજવામાં આવ્યો હતો. ‘મારો દેશ, મારું અભિમાન’ની થીમ પર યોજાયેલા આ કાર્યક્રમમાં દેશની સુરક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરનારા વીર સૈનિકો અને તેમના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત લોકોએ સૈનિકોની અદમ્ય વીરતા, શૌર્ય અને ત્યાગને વંદન કર્યા હતા.સેમિનારમાં આચાર્ય ગોપાલજીનું ઉદ્બોધનબીજા કાર્યક્રમમાં, નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સ્ટાફ સેમિનારનું આયોજન કરાયું હતું. જેમાં પ્રખર વક્તા આચાર્ય ગોપાલજીએ રાષ્ટ્રહિત અને રાષ્ટ્રનિર્માણમાં શિક્ષકોની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે શિક્ષક માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપનાર નથી, પરંતુ આવનારી પેઢીના વિચાર અને ચારિત્ર્યનું ઘડતર કરનાર રાષ્ટ્રશિલ્પી છે. ટેક્નોલોજી વિદ્યાર્થીઓને જ્ઞાનવાન બનાવી શકે છે, પરંતુ તેમને સંસ્કારી અને રાષ્ટ્રનિષ્ઠ નાગરિક બનાવવાનું કાર્ય માત્ર શિક્ષક જ કરી શકે છે.પ્રમુખ પી.ડી.કાંજીયાનો સંદેશઆ પ્રસંગે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી. ડી. કાંજીયાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રની સુરક્ષામાં સૈનિક અને રાષ્ટ્રના નિર્માણમાં શિક્ષકનું યોગદાન અનન્ય છે. એક સીમા પર અડીખમ રહીને દેશની રક્ષા કરે છે, જ્યારે બીજો વર્ગખંડમાં જ્ઞાન, સંસ્કાર અને રાષ્ટ્રપ્રેમનું સિંચન કરીને દેશનું ભવિષ્ય ઘડે છે. નવયુગ કેમ્પસ ખાતે આવા કાર્યક્રમો યોજાવા તે સંસ્થા માટે ગૌરવની બાબત છે. અંતમાં તેમણે વીર સૈનિકોના પરિવારો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને માર્ગદર્શન બદલ આચાર્ય ગોપાલજીનો આભાર માન્યો હતો.#Morbi #MorbiUpdate #NavyugGroupOfEducation #Virpar #ArmedForces #IndianArmy #Teachers #NationBuilding #MorbiNews