દેવ ફાર્મ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા સમારોહમાં વર્ષ 2026-27 માટે પ્રેસિડેન્ટ તરીકે ડૉ.રાજેશ ફલાડીયા અને સેક્રેટરી તરીકે ડૉ.ધર્મેશ ભાલોડિયાએ જવાબદારી સંભાળીમોરબી અપડેટ : ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) મોરબી બ્રાન્ચની વર્ષ 2025-26ની ટીમનો કાર્યકાળ પૂર્ણ થતાં 27 સપ્ટેમ્બરના રોજ નવા વર્ષ 2026-27 માટે નવી ટીમનો પદગ્રહણ સમારોહ એસ.પી. રોડ ખાતે આવેલા દેવ ફાર્મ પાર્ટી પ્લોટમાં યોજાયો હતો. આ સમારોહ દરમિયાન ગત ટીમ દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવેલી કામગીરીનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આગામી વર્ષ માટે નવી ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.નવી ટીમમાં પ્રેસિડેન્ટ તરીકે ડૉ. રાજેશ ફલાડીયા, સેક્રેટરી તરીકે ડૉ.ધર્મેશ ભાલોડિયા અને ખજાનચી તરીકે જયેશ સનારિયાને જવાબદારી સોંપવામાં આવી છે. નવી ટીમના હોદ્દેદારોએ પ્રસંગોપાત પ્રવચન કરી આગામી વર્ષ દરમિયાન મેડિકલ ક્ષેત્રને લગતા પ્રશ્નોને યોગ્ય મંચ પર વાચા આપવા તેમજ તબીબી ક્ષેત્ર સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ પર સક્રિય કામગીરી કરવાની ખાતરી આપી હતી.નવી ટીમ દ્વારા દર્દીઓને વધુ સારી અને અદ્યતન તબીબી સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે નવી ટેકનોલોજી અને આધુનિક સારવાર પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, તબીબી વ્યવસાયને માત્ર વ્યવસાય નહીં પરંતુ દર્દીઓ પ્રત્યેની જવાબદારી અને સેવા સાથે જોડાયેલા ડોક્ટરના ધર્મ તરીકે નિભાવવાની વાત કરવામાં આવી હતી. દર્દીઓ સાથે સંવેદનશીલ વ્યવહાર, તેમની સારવારને પ્રાથમિકતા અને તબીબી ક્ષેત્રના પડકારો અંગે સામૂહિક રીતે કામગીરી કરવાની દિશામાં નવી ટીમે પોતાના હકારાત્મક વિચારો રજૂ કર્યા હતા.સમારોહના અંતે ગત ટીમના વિવિધ હોદ્દેદારો તેમજ IMA ના તમામ સભ્યો દ્વારા નવી ટીમના હોદ્દેદારોને નવા કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.#Morbi #MorbiUpdate #IMAMorbi #IndianMedicalAssociation #Doctors #MedicalNews #MorbiNews