આખા શહેરને સ્વચ્છતાના પાઠ ભણાવતું તંત્ર પોતાની જ કચેરી સાફ રાખવામાં નિષ્ફળ, પાછળના ભાગે કચરા અને પાન-માવાની પિચકારીઓના ગંજમોરબી અપડેટ : 'દીવા તળે અંધારું' કહેવત મહાનગરપાલિકાની કચેરીમાં સાર્થક થતી જોવા મળી છે. જે મહાનગરપાલિકા આખા ગામ અને શહેરમાં સ્વચ્છતાની ઝુંબેશ ચલાવે છે અને સ્વચ્છતાના બણગા ફૂંકે છે, તે જ કચેરીના ગ્રાઉન્ડમાં ખુલ્લામાં ગંદકી જોવા મળી રહી છે.મહાનગરપાલિકા કચેરીના પાછળના ભાગે ગ્રાઉન્ડમાં જ કચરાના ગંજ ખડકાયેલા છે. અહીં ચાની પ્યાલીઓ, પાન-માવાની પિચકારીઓ, ખાલી બોક્સ, પ્લાસ્ટિકનો કચરો અને ભંગાર પડેલો જોવા મળે છે. આખા ગામની સ્વચ્છતાની જવાબદારી સંભાળતી કચેરી જ જો આટલી અસ્વચ્છ હોય, તો શહેર ક્યારે સ્વચ્છ થશે તે એક મોટો સવાલ ઊભો થયો છે. કચેરીની આસપાસ જ પાનની પિચકારીઓના ઢગલા અને પ્લાસ્ટિક તેમજ ભંગારનો કચરો તંત્રની કામગીરીની પોલ ખોલે છે.#MorbiUpdate #MorbiNews #SwachhBharat #MunicipalCorporation #Cleanliness #GujaratNews