મોરબી : મોરબીના લીલાપર રોડ પર આવેલ તીર્થંક પેપરમિલમાં ગત તા.25 ઓગસ્ટના રોજ સાંજના સમયે વે બ્રિજમાં વજન કરાવવા માટે ટ્રકમાંથી ઉતરવા જતા ઉત્તરપ્રદેશના વતની ટ્રકના ક્લીનર મહમદઆલમ મકસુદભાઈનો પગ લપસી જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.અકસ્માત બાદ પ્રથમ એપેક્ષ હોસ્પિટલ રફાળેશ્વર બાદ વધુ સારવાર માટે ઉત્તરપ્રદેશના લખનવ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવતા તા.1 સપ્ટેમ્બરના રોજ મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.