ગુલાબનગર ચાર ગોદામ પાસે આરોપીની ઓરડીમાંથી કિંગફિશર બિયર અને વ્હિસ્કીની કુલ 168 બોટલ જપ્ત: રેડ દરમિયાન બુટલેગર ફરારમોરબી અપડેટ : મોરબી સિટી બી ડિવિઝન પોલીસે વીસીપરા વિસ્તારમાં ચાલતા દારૂના ગોરખધંધા પર લાલ આંખ કરી છે. પોલીસે ગુલાબનગર ચાર ગોદામ પાસે રહેતા એક શખ્સના મકાન પાછળ આવેલી ઓરડીમાં દરોડો પાડી 22,608 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી સિટી બી ડિવિઝન પોલીસનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, મોરબી-1 વીસીપરામાં ગુલાબનગર ચાર ગોદામ પાસે રહેતો તોફિક ઉર્ફે બોદુ સિકંદરભાઈ પામા (મેમણ) પોતાના રહેણાક મકાનની પાછળ આવેલી પોતાની કબજા ભોગવટાની ઓરડીમાં ઇંગ્લિશ દારૂનો સંગ્રહ કરી વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખીને તારીખ 03/10/2026 ના રોજ બપોરના સમયે આરોપીની ઓરડીમાં દરોડો પાડ્યો હતો.પોલીસે ઓરડીમાં જઈને તપાસ કરતા ત્યાં નકામા સામાનની વચ્ચે છુપાવેલા ખાખી બોક્સમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી બિયરના 72 ટીન (કિંમત રૂ. 9,072), વ્હિસ્કીની 180 ml ની 48 બોટલો (કિંમત રૂ. 6,768) અને અન્ય વ્હિસ્કીની 180 ml ની 48 બોટલો (કિંમત રૂ. 6,768) જપ્ત કરી છે. આમ, પોલીસે કુલ 168 બોટલ અને ટીન મળીને રૂપિયા 22,608 નો મુદ્દામાલ કબજે કર્યો છે.પોલીસની રેડ દરમિયાન આરોપી તોફિક ઉર્ફે બોદુ ઘરે હાજર મળી આવ્યો ન હતો. પરંતુ સ્થળ પર હાજર તેની પત્ની અફસાનાબેનની પૂછપરછ કરતા તેણે આ દારૂ અને બિયરનો જથ્થો તેનો પતિ લાવ્યો હોવાની કબૂલાત આપી હતી. આ મામલે બી ડિવિઝન પોલીસે ફરાર આરોપી તોફિક ઉર્ફે બોદુ પામા સામે પ્રોહીબિશન એક્ટની કલમ-65(a)(e) અને 116-B મુજબ ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે. આ કેસની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ દિલીપભાઈ રાઠોડ ચલાવી રહ્યા છે.#Morbi #MorbiNews #CrimeNews #LiquorRaid #BDivisionPolice #Visipara #Bootlegger #MorbiUpdates #GujaratPolice