વિકાસ વિદ્યાલય ખાતે સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો: દિવ્યાંગજનો માટે હિયરિંગ મશીન, વ્હીલચેર અને કેલીપર્સ અર્પણ કરાયામોરબી અપડેટ : મોરબીના શોભેશ્વર રોડ પર આવેલ વિકાસ વિદ્યાલય ખાતે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા મહાત્મા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ નિમિત્તે દિવ્યાંગજનોને સાધન સહાય અર્પણ કરવાનો સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં દિવ્યાંગજનોને વ્હીલચેર, કેલીપર્સ અને હિયરિંગ મશીન સહિત કુલ 139 જેટલા સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ જ્યંતીભાઈ રાજકોટિયા ઉપસ્થિત રહ્યા હતા. પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં મહાનુભાવોએ આયુષ્માન કાર્ડ અને દિવ્યાંગો માટેની સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી હતી. આ ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા વિવિધ સેવાકાર્યો વિશે પણ વાત કરવામાં આવી હતી. આ તકે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે દિવ્યાંગ લોકો પણ પોતાની શક્તિ અને સામર્થ્ય થકી જીવનમાં આગળ વધીને દેશનું નામ રોશન કરી શકે છે.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને વ્યવસ્થાપન જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી યશપાલસિંહ જાડેજા તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલભાઈ શેરસિયા દ્વારા સંભાળવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજ સુરક્ષા કચેરી, બાળ સુરક્ષા એકમ, ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને વિકાસ વિદ્યાલયના તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.#Morbi #MorbiUpdate #MorbiNews #SocialSecurityOffice #Divyangjan #DivyangSahay #VikasVidyalayaMorbi #GujaratNews