'મારો કચરો, મારી જવાબદારી' અભિયાન અંતર્ગત મહાનગરપાલિકા વિસ્તારમાં ગંદકી દૂર કરવા રાજ્ય સરકારની નવી પહેલમોરબી અપડેટ : 'શહેર આપણું છે, તો સ્વચ્છતાની જવાબદારી પણ આપણી છે' ના સૂત્ર સાથે સ્વચ્છ ભારત મિશન અર્બન - ગુજરાત દ્વારા શહેરી વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા માટે એક નવી વોટ્સએપ ચેટબોટ સેવા શરૂ કરવામાં આવી છે. હવેથી નાગરિકો પોતાના વિસ્તારમાં ક્યાંય પણ કચરો કે ગંદકી જુએ તો સીધી જ વોટ્સએપ પર ફરિયાદ નોંધાવી શકશે.આ નવી સુવિધા અંતર્ગત, મોરબી સહિતના મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારના રહીશોએ વોટ્સએપ નંબર 76228 80000 પર કચરાનો ફોટો પાડીને લોકેશન સાથે મોકલવાનો રહેશે. ફોટો અને લોકેશન સેન્ડ કરતાની સાથે જ સિસ્ટમમાં તાત્કાલિક ફરિયાદ નોંધાશે અને તંત્ર દ્વારા તે જગ્યાની સફાઈ સુનિશ્ચિત કરવામાં આવશે. નાગરિકો વોટ્સએપ પર મેસેજ કરીને અથવા ક્યૂઆર (QR) કોડ સ્કેન કરીને આ ચેટબોટ સાથે સરળતાથી જોડાઈ શકે છે.ગાંધી જયંતી નિમિત્તે શરૂ કરાયેલા આ અભિયાન અંતર્ગત 'મારો કચરો, મારી જવાબદારી' ના સંકલ્પને સાર્થક કરવા અને શહેરને સ્વચ્છ રાખવામાં પાલિકાના પ્રયાસોમાં સહભાગી બનવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. આ ચેટબોટ સેવાનો મહત્તમ ઉપયોગ કરી મોરબીવાસીઓ પણ પોતાના શહેરને ગંદકી મુક્ત અને સુંદર બનાવવામાં મહત્વનું યોગદાન આપી શકે છે.#Morbi #MorbiUpdate #MorbiNews #SwachhBharat #SwachhGujarat #CleanMorbi #WhatsAppChatbot #MaroKachroMariJavabdari