મોરબી અપડેટ : પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ દ્વારા રેન્જના જિલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓ તેમજ ચાલુ તપાસના બાકી આરોપીઓ પકડવા માટે 01/10/2026 થી 15/10/2026 સુધી સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઈવ અન્વયે પોલીસ અધિક્ષક મોરબીની સુચનાથી પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોડ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. ટેકનીકલ માધ્યમ અને બાતમીદારોની મદદથી પોલીસે કુલ 6 નાસતા ફરતા આરોપીઓને ઝડપી લીધા છે.ઝડપાયેલા આરોપીઓની વિગત* વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપી શોભનાબેન નવઘણભાઈ હમીરપરા (ઉ.વ. 37, રહે. મોરબી-2) ને પકડી વાંકાનેર સિટી પોલીસને સોંપવામાં આવ્યા છે.* મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપી સોમાભાઈ લધુભાઈ વાઘેલા (ઉ.વ. 25, રહે. વાંકાનેર) ની અટક કરવામાં આવી છે.* વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા આરોપી નવઘણભાઈ જેઠાભાઈ દેગામા (ઉ.વ. 28, રહે. મોરબી) ને ઝડપી લેવામાં આવ્યો છે.* વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલા ગનીભાઈ જાકુભાઈ નોડે (ઉ.વ. 35, રહે. મોરબી) ની અટક કરી પોલીસને સોંપવામાં આવ્યો છે.* મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા આરોપી સલીમભાઈ ઉર્ફે રાહુલ ફીરોજભાઈ પઠાણ (ઉ.વ. 29, રહે. મોરબી) ને ઝડપી લેવામાં આવ્યો છે.* હળવદ પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતો ફરતો આરોપી પરેશ ઉર્ફે પારસ દેવીલાલ સોની (ઉ.વ. 45, રહે. દાહોદ) ઝડપાયો છે. આ આરોપી અગાઉ ગુજરાત અને રાજસ્થાનમાં 54 જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓમાં પકડાયેલ છે.કામગીરી કરનાર ટીમઆ સફળ કામગીરી એસ.પી. જાડેજા (પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબી), પીએસઆઈ બી.ડી. ભદ્દ (એલ.સી.બી. મોરબી), પીએસઆઈ વી.જી. માલાણી (પેરોલ ફર્લો સ્કોડ મોરબી) તથા એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફ દ્વારા કરવામાં આવી છે.#Morbi #MorbiPolice #LCBMorbi #CrimeNews #MorbiUpdate #GujaratPolice #Arrest #SpecialDrive