શહીદ જવાનોના પરિવારના લાભાર્થે યોજાતા મહોત્સવમાં 9 દિવસ સુધી ગરબા બાદ મંડલી રાસ જામશે: માત્ર સિઝન પાસ ધરાવતા ખેલૈયાઓ જ લાભ લઈ શકશે મોરબી અપડેટ: અજય લોરીયા દ્વારા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા શહીદ જવાનોના પરિવારના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. તેમજ દર વર્ષે ખેલૈયાઓ માટે અવનવા આકર્ષણો લાવવા માટે જાણીતા છે. આ વર્ષે પાટીદાર નવરાત્રી મહોત્સવમાં સિઝન પાસ ધરાવતા ખેલૈયાઓ માટે ખાસ 'પાટીદાર પરીંદે' (મંડલી રાસ) નું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રીના 9 દિવસ દરમિયાન રાત્રે રાબેતા મુજબ માતાજીના ગરબા પૂર્ણ થયા બાદ દરરોજ આ મંડલી રાસનું આયોજન થશે, જેમાં ખેલૈયાઓ મનમૂકીને ઝૂમી શકશે. આયોજકો દ્વારા ખાસ નોંધ લેવા જણાવવામાં આવ્યું છે કે, આ મંડલી રાસમાં માત્ર એ જ ખેલૈયાઓ ભાગ લઈ શકશે જેમના દ્વારા સિઝન પાસ લેવામાં આવ્યા હશે.#Morbi #MorbiUpdate #PatidarNavratri #AjayLoriya #SevaEjSampatti #Navratri #Garba #MandaliRaas #PatidarParinde