મોરબી અપડેટ : આગામી તારીખ 4 રવિવારના રોજ મોરબીમાં હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા નેચરલ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. મોરબીના માર્કેટિંગ યાર્ડની બહારની બાજુએ, આર.ડી.સી.બેન્કના દરવાજા પાસે, ન્યુ હાઉસિંગ બોર્ડની સામે, શનાળા રોડ ખાતે રવિવારે સવારે 8 થી બપોરના 12 વાગ્યાં સુધી વિવિધ નેચરલ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે .વેચાણ માટે ઉપલબ્ધ વસ્તુઓમાં હરડે પાવડર , ગીલોય ઘનવટી, નેચરલ સાબુ, ડાંગની રાગીના ભૂંગળા મળશે, ગૌમૂત્ર અર્ક આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, નગોળનું તેલ, આંબળાની મીઠી કેન્ડી લેમનટી, રાહતદરે દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા, વેલણ, જેરણી વગેરે અને ઓર્ગેનિક શાકભાજી મળશે.આ વિતરણ વ્યવસ્થા અને મોરબી હરડે પ્રચાર કેન્દ્રનાં સંયોજક જીતુભાઇ ઠક્કરની યાદી જણાવે છે કે આ વેંચાણ કેન્દ્રનો સૌ લાભ લ્યે અને ખરીદી કરવા આવો ત્યારે ઘરેથી કાપડની થેલી સાથે લાવવા જણાવાયું છે.